Sun. Sep 8th, 2024

અમેરિકા (US)ના ટૉપ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડૉ. એન્થની ફાઉચી એ રવિવારે કહ્યું કે ભારતમાં લોકોનું વેક્સીનેશન કરવું જ એકમાત્ર લાંબા ગાળાનું સમાધાન છે

અમેરિકા (US)ના ટૉપ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડૉ. એન્થની ફાઉચી એ રવિવારે કહ્યું કે ભારતમાં કોવિડ-19 ના વર્તમાન સંકટથી ઉભરવા માટે લોકોનું વેક્સીનેશન કરવું જ એકમાત્ર લાંબા ગાળાનું સમાધાન છે. તેઓએ આ ઘાતક મહામારી નો સામનો કરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોવિડ-વિરોધી વેક્સીનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂક્યો. ડૉ. એન્થની ફાઉચીએ ભારતમાં વાયરસના પ્રસારને અટકાવવા માટે દેશવ્યાપી લૉકડાઉનની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન ના મુખ્ય ચિકિત્સા સલાહકાર ડૉ. ફાઉચીએ એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ મહામારીનો સંપૂર્ણપણે ખાતમો કરવા માટે લોકોનું વેક્સીનેશન કરવું જોઈએ. ભારત દુનિયાનો સૌથી મોટો વેક્સીન નિર્માતા દેશ છે. તેમને પોતાના સંસાધન મળી રહ્યા છે, બહારથી પણ તેમને મદદ મળી રહી છે. તેઓએ વધુમાં કહ્યું કે, આ જ કારણ છે કે અન્ય દેશોને ભારતને વેક્સીનેશન નિર્માણ માટે સહાયતા આપવી જોઈએ અથવા તો વેક્સીન દાન આપવી જોઈએ.

ભારતે તાત્કાલિક અસ્થાયી હૉસ્પિટલો બનાવવાની જરૂર

ડૉ. ફાઉચીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ભારતને તાત્કાલિક અસ્થાયી હૉસ્પિટલ બનાવવાની જરૂર છે. જે રીતે લગભગ એક વર્ષ પહેલા ચીને કર્યું હતું. તેઓએ કહ્યું કે, તમારે આવું કરવું જ પડશે. તમે હૉસ્પિટલમાં બેડ ન હોવાના કારણે લોકોને રસ્તાઓ પર ન છોડી શકો. ઓક્સિજનની સ્થિતિ ખૂબ નાજુક છે. મારો મતલબ છે કે લોકોને ઓક્સિજન નહીં મળવો તે ખૂબ દુખદ બાબત છે. ફાઉચીએ કહ્યું કે, તાત્કાલિક હૉસ્પિટલના બેડ, ઓક્સિજન, પીપીઇ કિટ અને અન્ય મેડિકલ સપ્લાયની સમસ્યા છે. તેઓએ વાયરસના પ્રસારને અટકાવવા માટે દેશવ્યાપી લૉકડાઉનની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો.

દેશમાં અત્યાર સુધી કોવિડ-19 વિરોધી રસીના 17 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા- સરકાર

ભારતમાં કોવિડ-19ની વિરુદ્ધ વેક્સીનેશન અભિયાનની શરૂઆતથી લઈને અત્યાર સુધી વેક્સીનેશનના 17 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. મંત્રાલયે જણાવ્યું કે શુક્રવારે દેશના 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની ઉંમરના 2,43,958 લોકોને કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. અત્યાર સુધી આ ઉંમર વર્ગના 20,29,395 લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

Related Post

Verified by MonsterInsights