વલસાડ : 15 જૂનથી ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 લાગુ થઈ ગયો છે. ત્યારબાદ રાજ્યમાં વડોદરા બાદ વલસાડ જિલ્લાના વાપીમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાપીમાં રહેતી એક યુવતીને તેના પાડોશમાં રહેતા વિધર્મી યુવકે લગ્નની લાલચ આપીને ભગાડી ને લઈ ગયો. ગુજરાતના વાપી ટાઉનની 19 વર્ષની દિકરીને લગ્નની લાલચે ઈન્દોર લઈ જનારા વિધર્મી યુવકે અનેક વખત જાતીય સંબંધો બાધ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અને મરજી વિરુદ્ધ અનેક વખત સંબંધો બાધ્યા હતા. તેમજ પીડિતાને ધર્મપરિવર્તનની પણ ધમકી આપી હતી. અને જો ધર્મ પરિવર્તિન કરવામાં નહીં આવે તો તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
મહત્વનું છે કે, 15 જૂનથી ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 અમલમાં આવ્યો છે. માત્ર ત્રણ દિવસમાં પહેલો કેસ નોંધવામાં આવ્યો છે. નવા કાયદા પ્રમાણે ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્નને કોર્ટ રદ કરી શકે છે. અને લગ્નના હેતુ માટે કરેલા ધર્મ પરિવર્તન ને પણ રદ કરી શકાય છે. પોલીસે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારણા અધિનિયમ 2021 કલમ 4 તથા આઇપીસીની કલમ 366,376 (2) અને, 506 (2) હેઠળ ગુનો નોંધી બેફામ યુવક ઇમરાન વશીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.