જેતપુર : જેતપુરના ઉપલેટા અને ભાયાવદરની આસપાસ અને આસપાસ આકાશમાં ભેદી વસ્તુઓ દેખાઈ હતી. લોકો એમ પણ કહી રહ્યા છે કે રહસ્યમય વસ્તુ ઉડન ખટોલા જેવી છે. જો કે, આ વસ્તુ દેખાયા પછી, સ્થાનિકો લોકો આશ્ચર્યચકિત થયા હતા. લોકો ઘરોની બહાર ભેદી વસ્તુ જોવા માટે ટોળા ઉમટ્યા હતા. આ દ્રશ્યો જોનારા લોકોમાં માત્ર ભાયાવદર જ નહીં વંથલી અને માણાવદરમાં પણ આ દ્રશ્યો જોવા મળી રહ્યો છે. એક સાથે 10-12 ઉલ્કા જેવા પદાર્થો જોતાં લોકો આશ્ચર્યચકિત થાય છે. લોકોએ તેમના મોબાઇલ કેમેરામાં દ્રશ્યો પણ કેદ કર્યા હતા. જેની તસવીરો અને વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યા છે.
જો કે, હજી સુધી કોઈ સત્તાવાર અધિકારીક નિવેદન જારી કરવામાં આવ્યું નથી. હાલ તો આ ઘટના ચર્ચાનાં ચગડોળે ચડી છે આ ઘટના હાલમાં ચર્ચામાં છે જ્યારે આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર રહસ્યમય ધડાકા અવાજ સંભળાયો હોવાનું સામે આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાની એક વિચિત્ર ઘટના સામે આવી હતી, જેની શાહી સુકાઈ નથી. ત્યાં ફરી આવી ઘટના બનતા લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથમાં વેરાવળ, સોમનાથ અને કોડિનાર સહિતાન પંથકમાં ભેદી ધડાકા સાંભળવામાં આવ્યા હતા.