મુન્દ્રા બંદરેથી જપ્ત કરાયેલા ત્રણ ટન હેરોઈનનો જથ્થો હિમશિલાની ટોચ માત્ર હોય એવું લાગે છે, કારણ કે હવે એવી માહિતી બહાર આવી છે કે ડ્રગ સ્મગલર્સ આ અગાઉ 24 ટન હેરોઈનની આયાત કરી ચુક્યા છે અને દેશના કેટલાક ભાગોમાં એનું વિતરણ કાર્યરત થઇ ચૂક્યું હશે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) ના અંદાજ મુજબ રવિવારે જપ્ત કરવામાં આવેલા હેરોઇનની કિંમત 9,000 કરોડ રૂપિયા હતી, પરંતુ એ પહેલા દેશમાં જે ઘુસાડવામાં આવેલ ડ્રગની કિંમત 70,000 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આંધ્રપ્રદેશના વિજયવાડા સ્થિત આશી ટ્રેડિંગ કંપનીએ આ વર્ષે જૂનમાં 25 ટન માલની આયાત કરી હતી, જેને રેકોર્ડ પર “સેમી કટ ટેલ્કમ પાવડર બ્લોક્સ” તરીકે લેવામાં આવ્યો હતો. ડીઆરઆઈ દ્વારા જપ્ત કરવામાં આવેલ સમાન અને આ જૂની આયાતનો સામાન સમાન છે. આ સામાન નવી દિલ્હીના વેપારી કુલદીપ સિંઘને મોકલાયો હતો.
દસ્તાવેજી પુરાવા ચોંકાવનારા છે. તે મુજબ બંદર અને નવી દિલ્હી વચ્ચેના 1,176 કિલોમીટરના માર્ગ પર લોરી કોઈ ટોલગેટ પરથી પસાર થઈ નથી. તેથી માની શકાય કે “કાં તો આ સામગ્રી ગુજરાતમાં છે અથવા અન્ય સ્થળોએ દાણચોરી કરવામાં આવી છે.” અને ગુજરાતમાં હોવું અશક્ય છે.
દિલ્હીના વેપારીનું સરનામું મોટાભાગે નકલી સ્થળ છે કારણ કે કુલદીપ સિંહ રજિસ્ટર્ડ ડીલર ન હતા. આશી કંપનીએ ગયા વર્ષે વિજયવાડામાં કાકીનાડા પોર્ટ દ્વારા ચોખાની નિકાસ કરવાના નામે નોંધણી કરાવી હતી. પરંતુ તેને જે એકમાત્ર કન્સાઇન્મેન્ટ મળ્યું તે આ જ ચેનલ મારફતે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું જ્યાંથી તેને અન્ય સ્થળોએ મોકલવામાં આવ્યું હતું.
આશી ટ્રેડિંગ કંપનીના અધિકૃત હસ્તાક્ષર કરનાર મચાવરાપુ સુધાકર ચેન્નાઈના રહેવાસી હતા અને તેમના પત્ની વૈશાલીના નામે એક પ્રોપ્રાઈટરી પેઢી ઉભી કરી હતી અને લાઇસન્સ મેળવ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે સેન્ટ્રલ જીએસટી સત્તાવાળાઓ કે જેમના દ્વારા સુધાકરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઇડેન્ટિફિકેશન ન્યુમર (જીએસટીઆઇએન) મેળવ્યું તે વિજયવાડાના સીતારામપુરમ વિભાગમાં બિઝનેસ એન્ટિટીને મેપ કરે છે. સત્યનારાયણપુરમમાં આપવામાં આવેલા રહેણાંકનું સરનામું બેન્ઝ સર્કલ વિભાગમાં આવે છે.