દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ડેન્ગ્યુ ના રોગે નગરને ભરડામાં લીધું છે આજે તારીખ 6 ઓક્ટોબર 2021 ની પરિસ્થિતિ એ ફતેપુરા નગરમાં સંખ્યાબંધ ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે ફતેપુરા નગરના અલગ અલગ વિસ્તારોમાં ડેન્ગ્યુના રોગે પગ પેસારો કર્યો છે જેમાં આરોગ્ય વિભાગ ની નિષ્ક્રિયતાને કારણે ગ્રામજનોને ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવાનો વારો આવ્યો છે જેમાં ફતેપુરા માંથી અમુક લોકોને સંતરામપુર દાહોદ વડોદરા અમદાવાદ લુણાવાડા જેવા શહેરોની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ફતેપુરા નગરમાં કોઈપણ જાતનું સર્વે કરવામાં આવતું નથી તેમજ ફતેપુરામાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસ વિસ્તારમાં કે આજુબાજુના વિસ્તારોમાં ફોગિંગ પણ કરવામાં આવતું નથી જો ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ સત્વરે નક્કર કામગીરી કરીને સર્વે કરીને ચોક્કસ પગલાં લઈને નગરના અલગ અલગ વિસ્તારોમાં ફોગિંગ અથવા ધુમાડિયું અથવા તો લોક સંપર્ક કરીને ડેન્ગ્યુના કેસો વિશે માહિતી નહીં મેળવે તો નજીકના ભવિષ્યમાં ફતેપુરા નગરમાં ડેન્ગ્યુના કેસોમાં ઉછાળો આવવાની ગંભીર શક્યતાઓ જોવાઈ રહી છે