રાજકોટ:રાજકોટ કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. આ ગોઝારી ઘટનામાં 28 વર્ષના માતા દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના 4 અને 7 વર્ષના પુત્રો સાથે અગ્નિસ્નાન કરીને આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ લોકોના આપઘાતમાં ગૃહ કલેશ જવાબદાર હોય શકે છે. આ ઘટના આજે વહેલી સવારે બની હતી. હાલ કુવાડવા પોલીસ તપાસ કરીને વધુ કાર્યવાહી કરી રહી છે. આ સાથે પરિવારજનો તથા ગામજનોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.
મહત્વનું છે કે રાજકોટમાં આજે સવારે સામૂહિક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. નાકરાવાડી વિસ્તારમાં 28 વર્ષનાં દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે અગ્નિસ્નાન કર્યું છે. આ ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી, જ્યાં પ્રાથમિક તપાસમાં ગૃહ કંકાસની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે આખા પંથકમાં ગમગીની છવાઇ છે.પોલીસ પૂછપરછમાં મહિલાના પતિએ જણાવ્યુ કે, મારે ક્યારેય પત્ની દયાબેન સાથે ક્યારેય બોલાચાલી થઈ નથી, પરંતુ મારી માતાને એકવાર બોલવાનું થયું હતુ. નોંધનીય છે કે, આ ઘટનાની જાણ થતાં દયાબેનના પરિવારમાં અને સમગ્ર કુવાડવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.