Sun. Sep 8th, 2024

મોંઘવારીના મારથી સામાન્ય પ્રજા પરેશાન, પેટ્રોલ-ડિઝલનો ભાવ આસમાને

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત સાતમાં દિવસે વધારો નોંધાયો. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. તો રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાથી વધુ થયા છે.

જો ડીઝલની વાત કરીએ તો રાજકોટ, સુરત અને વડોદરામાં ડીઝલના ભાવ 100 રૂપિયાથી સહેજ દૂર છે. આ પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી મધ્યમવર્ગ પરેશાન થઈ ગયો છે. ઈંધણના ભાવને પગલે અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને આંબી રહ્યાં છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત ક્યારે મળશે તેની મધ્યમવર્ગ કાગડોળે રાહ જોઈ રહ્યો છે.

મધ્યમવર્ગને પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી જતા હાલાકી ભોગવવી પડી રહી છે. ડીઝલની કિંમતોમાં તીવ્ર વધારો થતા ખેડૂતોના ખર્ચમાં વધારો થયો છે.


સામાન્ય જનતાની હાલાકી સમજીને સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડે તેવી લોકો માગ કરી રહ્યાં છે. તો બીજી તરફ તહેવારની મોસમ શરૂ થતાની સાથે જ ખાદ્યતેલમાં ફરી ભાવ વધારો થતા ગૃહિણીઓનાં બજેટ ખોરવાઈ ગયાં છે.

સમગ્ર દેશમાં છેલ્લા એક વર્ષમાં ખાધતેલના ભાવમાં 46.15 ટકાનો વધારો થતા લોકોની હાલાકી વધી છે.એવામાં સરકારે ખાધતેલના ભડકે બળતા ભાવને કાબૂમાં લેવા માટે સ્ટોકમર્યાદા લાદી છે.

 

Related Post

Verified by MonsterInsights