સુરત શહેરના સરથાણા વિસ્તાર માંથી એમ ડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ઝડપાઈ હતી. જેમીન સવાની નામનો ઇસમ લેબોરેટરી ચલાવી રહ્યો હતો. બે દિવસ પહેલા સુરત શહેર માંથી એમ ડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા રાજસ્થાની યુવકની તપાસમાં વિગતો બહાર આવી હતી.

સુરતમાં પકડાયેલા 5.85 લાખના ડ્રગ્સ કેસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસે જૈમીન સવાણીની સાથે સાથે તેણે ડ્રગ્સ બનાવવા માટે શરૂ કરેલી લેબોરેટરી અને તેના સેટ અપ સહિતનો સામાન ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ડ્રગ બનાવવાનો 22 કિલો 500 ગ્રામ કાચો માલ અને બે કેમિકલ મળી આવ્યા છે. સાથે જ લેબોરેટરીમાંથી અનેક ઉપકરણો મળી આવ્યા છે.

લોકડાઉનમાં જૈમીનને ડ્રગ્સની લત લાગી હતી. તે ઓનલાઈન ડ્રેસ મટીરિયલ વેચવાનો બિઝનેસ કરતો હતો. પરંતુ લોકડાઉનમાં ધંધો બંધ પડતા તેણે એમડી ડ્રગ્સનુ વેચાણ કરવાનુ નક્કી કર્યુ હતું. આ માટે તેને તેના મિત્રોએ મદદ કરી હતી. મિત્રોએ તેનો સંપર્ક રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાય કરતા આશુરામ સાથે કરાવ્યો હતો. તે પહેલા રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવીને વેચાણ કરતો હતો, પરંતુ બાદમાં તેને વધુ લાલચ જાગી હતી. જેથી તેણે સુરતમાં જ એમડી ડ્રગ્સ બનાવવાની પોતાની લેબોરેટરી બનાવી હતી. સોશિયલ મીડિયા થકી તેણે એમડી ડ્રગ્સ બનાવવાનુ શીખ્યુ હતું. લેબોરેટરીમાં તેની પાસે ડ્રગ્સ બનાવવા માટેનો તમામ સામાન ઉપલબ્ધ હતો.

3.5 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ચેલા ગામમાંથી ઝડપાયો એક શખ્સ

ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસલો યથાવત છે. અત્યાર સુધી શહેરી વિસ્તારમાં જ ડ્રગ્સના આરોપીઓ ઝબ્બે થતાં હતા પરંતું હવે આ નશો છેક ગુજરાતના ગામડા સુધી પહોંચી ગયો હોય તેવુ લાગી રહ્યું છે. જામનગર જિલ્લામાં વધુ એક શખ્સની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. SOGએ બાતમીને આઘારે કરેલી કાર્યવાહીમાં 3.5 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ચેલા ગામમાંથી એક શખ્સને રંગેહાથ 34 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

મહત્વનું છે કે ગુજરાતના દરિયાનો ઉપયોગ કરી નાપાક સાજિસ રચનારા દેશના યુવાધનને ડ્રગ્સને રવાડે ચડાવી રહ્યા છે. જેને લઈને ગુજરાતની તમામ દરિયાઈ સરહદ પર પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. તેમાં જામનગરના દરિયાઈ સટીક ગામમાંથી ડ્રગ્સ ઝડપાતા પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હાલ તો ડ્રગ્સને લઇને SOGએ વધુ તપાસ હાથ ધરી આરોપીની પૂછપરછ કરી રહી છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights