Sun. Sep 8th, 2024

ઝાલોદ તાલુકામાં ગ્રામ પંચાયતની ચુંટણી શાંતિ પૂર્ણ રીતે યોજાઈ

by anil nisarta                                                                                                                                                                                                                                                              ઝાલોદ તાલુકામાંતા.૧૯/૧૨/૨૦૨૧ રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાઈ જેમાં પુલિસ બંદોબસ્ત સાથે શાંતિ પૂર્ણ રીતે મતદાન થયું ઝાલોદ પંથકમાં પંચાયતની ચુંટણીમાં ૧૩૨ મતકેન્દ્રો પર મતદાન યોજાયું ૪૩ પંચાયતોનું મતદાન હતું જેમાં લોકોએ સવારના સમયે મતદાન કેન્દ્રોમાં મતદાતાઓની ભીડ જોવા મળી હતી.


ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોહા મળ્યો હતો પોતાના મતનો ઉપયોગ કરી અને ગામનો વિકાસ થાય ગામમાં તમામ સુવિધાઓ મળી રહે એ માટે ખાસ કરીને વૃદ્ધો સ્ત્રીઓ અને યુવાનો તથા તમામ લોકોમાં માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ઝાલોદ તાલુકા ફૂલપુરા,રામપુરા,રાયપુરા,શંકરપુરા. વગેરે ગામોમાં ૧૨વાગ્યા સુધીના સમયગાળામાં  ૫૦%મતદાન  થયું હતું અને ખરસાના અને જાફરપુરાતથા ગરાડું જેવા વધારે વસ્તી ધરાવતા ગામોમાં સાંજના૪વાગ્યા સુધીના  સમયે  ભારે ભીડ જોવા મળી હતી.              ગ્રામ પંચાતની ચુંટણીમાં ઝઘડા ના થાય અને શાંતિપૂર્ણ માહોલ બની રહે અને સંપૂર્ણ રીતે મતદાન થાય.  તેના માટે પુલિસ  દ્વારા અસામાજિક  તત્વોને મતદાન કેન્દ્ર થી ૧૦૦મીટર  દૂર રાખવામા આવ્યા હતા અને  મતદાન કેન્દ્રોમાં મોબાઈલ લઈને આવવાની મનાઈ હતી જેનું પણ ખાસ પાલન કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે ઝાલોદ તાલુકાની  તમામ ગ્રામ પંચાયતોનું મતદાન શાંતિ પૂર્ણ સંપન્ન થયું હતું

Related Post

Verified by MonsterInsights