Sun. Sep 8th, 2024

ઝાલોદ તાલુકાના રાયપુરા ગામે કલસિંગભાઈ ડામોરની બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીખે વરણી થઈ

ઝાલોદ તાલુકામાં રાયપુરા પંચાયતમાં ડેપ્યુટી સરપંચન તરીકે કલસિંગભાઈ દિતાભાઈ ડામોર બિનહરીફ વિજેતા થયાં હતાં

રાયપુરા પંચાયતમાં અગાઉ તારીખ.21/01/2022ના રોજ ડેપ્યુટી સરપંચની વરની થવાની હતી જે ગ્રામજનોએ ગ્રામપંચાય પર ભેળાં મળી ને વિરોધ ઉઠાવ્યો હતો અને હરિફ ઉમેદવારના સભ્યોના અપહરણનો આરોપ વિજેતા સરપંચ પર મુકવામાં આવ્યો હતો. અને વિવાદોની વચ્ચે રાયપુરા પંચાયતમાં સરપંચ ડેપ્યુટી સરપંચની વરણીની તારીખ રદ્દ કરી હતી

પરંતુ હરિફ ઉમેદવારોનો આરોપ ફક્ત જીતેલા સરપંચના ઉમેદવારનું મનોબળ તોડવા પુરતોજ સાબિત થયો અને ડેપ્યુટી સરપંચ બિનહરીફ તરીખે ચૂંટાઇ ગ્રામ લોકોની એકતા જોવા મળી હતી.

 

 

જે તારીખ 27/01/2022ના રોજ  ફરી ડેપ્યુટી સરપંચની વરણી રાખવામાં આવી હતી.  જેમાં બહુમતી સાથે કલસિંગભાઈ દિતાભાઈ ડામોર બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીખે નિમાયા અને રાયપુરા પંચાયત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ધામ ધૂમથી ગામમાં ડીજે વગાડીને ગ્રામલોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને સરપંચ શ્રી સુરેશભાઈ ડામોર દ્વારા ગ્રામજનોનો આભાર માન્યો હતો અને ગામના વિકાસના કામોમાં ગ્રામજનોના સાથ સહકારની આપીલ કરી હતી.

 

Related Post

Verified by MonsterInsights