અનુપમાના પાત્રથી ઘર ઘરમાં લોકપ્રિયતા મેળવનાર રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. રૂપાલી ગાંગુલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કાચા બાદામ ગીત પર ડાન્સ કર્યો છે. રૂપાલીના ડાન્સ મૂવ્સ જોઈ
ફેન્સ પણ વખાણ કરતા થાકી રહ્યા નથી. ઈન્સ્ટાગ્રામ પરના ટ્રેન્ડિંગ ગીત ‘કાચા બાદામ’ પર રૂપાલી ગાંગુલીએ રીલ બનાવી છે જેને લાખો વ્યૂઝ મળ્યા છે.
‘કાચા બાદમ’ ગાનાર સોંગના વ્યક્તિ કોણ છે? કોના ગીતે લોકોની ઊંઘ ઉડાડી
‘કાચા બાદમ’ ગીત કોઈ જાણીતા ગાયકે નથી ગાયું પરંતુ આ ગીતને મગફળી વેચનાર ફેરિયાએ અવાજ આપ્યો છે. ગીત ગાનારનું નામ ભુવન બડાઈકર છે જેઓ મૂળ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના કુરાલજુગરી ગામનો વતની છે. ભુવન ગામડે ગામડે ફરીને મગફળી વેચે છે. તે દરરોજ ત્રણથી ચાર કિલો જેટલી મગફળી વેચીને 200 થી 500 રૂપિયા કમાય છે. જોકે, જ્યારથી તેનું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે ત્યારથી તેની શીંગનું વેચાણ વધી ગયું છે. ભુવનનો પાંચ જણનો પરિવાર છે. તેમના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે.