ગુજરાતના બનાસકાંઠાના મોટા ગામમાં એક દલિત પરિવારના વરઘોડામાં જાનૈયાઓએ પાઘડી બાંધી હોવા મામલે વિવાદ થયો હતો. આ જાન જ્યારે ગામમાંથી નીકળી ત્યારે ગામના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ દલિત પરિવારની જાન પર ગામના લોકો દ્વારા પથ્થરમારો કરવાની ઘટનાને લઇને સરપંચ સહિત 28 લોકો ફરિયાદ દાખલ થઇ છે અને આ તમામની સામે એટ્રોસિટી એક્ટ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોટા ગામમાં એક દલિત પરિવારના ઘરે લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. તેથી ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વરરાજો ઘોડા પર બેસવો જોઈએ નહીં અને લગ્નમાં સામેલ થનારા લોકોમાંથી એક પણ વ્યક્તિ દ્વારા સાફો ન બાંધવામાં આવે. ગામના લોકો આ પ્રકારની વાત કરવામાં આવતા લગ્ન હતા તે પરિવાર દ્વારા વરરાજાને ઘોડા પર બેસવાની મનાઈ કરી દેવામાં આવી હતી. જેથી લગ્નમાં મોટી બાધા ઉત્પન ન થયા. પણ જ્યારે DJ સાથે દલિત પરિવારનો યુવક પરણવા નીકળ્યો ત્યારે પણ ગામના લોકોએ વિરોધ કર્યો હતો.
વિરોધ કરવાનું કારણ કે હતું કે જાનૈયાઓ દ્વારા માથા પર સાફો બાંધવામાં આવ્યો હતો. તેથી ગામના લોકો દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગામના લોકોએ દલિત પરિવારની જાન પર પથ્થરમારો કર્યો હતો.
આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થવા પામી હતી. આ ઘટનામાં પીડિત વરરાજાનો ભાઈ સુરેશ શેખાલીયા સૈનિક તરીકે ફરજ બજાવી રહ્યો છે. તેમને પહેલાથી જ આશંકા હતી જ કે લગ્નમાં કોઈ સંકટ આવશે. એટલા માટે વરરાજાના ભાઈ સુરેશ દ્વાર વરઘોડાના બે દિવસ પહેલા જ પોલીસનું રક્ષણ માગી લેવામાં આવ્યું હતું. એટલા માટે પોલીસના બંદોબસ્ત વચ્ચે પણ ગામના લોકો દ્વારા જાન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગામના સરપંચ ભરતસિંહ રાજપૂત એ મુખ્ય આરોપી છે. આ સમગ્ર મામલે 28 લોકોની સામે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ વિરોધ કર્યો હતો. તેમણે ટ્વીટ દ્વારા આ અંગે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે, આ આખી ઘટના પોલીસની હાજરીમાં થઇ છે. FIR ફાઇલ થઈ તે માટે હું બધાનો આભાર માનું છું.
આ ઘટનાને લઇને ડેપ્યુટી SP કૌશલ ઓઝાએ જણાવ્યું હતું કે, આ બાબતે પોલીસે 28 લોકોની સામે ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થવા પામી છે. આ નાનકડા ગામના 100 કરતા વધારે યુવાનો આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે. છતાં પણ આ ગામમાં આ પ્રકારની ઘટના બની છે.