કંગના રનૌત ‘ધાકડ’ ફ્લોપ થયા પછી ફેમિલીની સાથે સમય વિતાવવા પોતાના હોમટાઉન ગઈ છે. એક્ટ્રેસ અત્યારે મનાલીમાં તેના પરિવારની સાથે પિકનિક એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના ફેવરેટ સ્પોટના ફોટોઝ શેર કર્યા છે.
એક્ટ્રેસે પિકનિકના ફોટોઝ શેર કરતા કેપ્શનમાં લખ્યું, મારી ફેવરેટ જગ્યા પર મારી ફેમિલીની સાથે જરૂરી બ્રેક ડે… અને હવામાન પણ સારું હતું. આ એક ખૂબ જ સુંદર દિવસ છે.
કંગનાએ તાજેતરમાં પોતાના હોમટાઉન હિમાચલ પ્રદેશમાં એક નવું ઘર ખરીદ્યું છે. ગુરુવારે તેણે સોશિયલ મીડિયા પર પોતાના નવા ઘરના કેટલાક ફોટોઝ શેર કર્યા હતા. ઘરમાં નદીના પથ્થર તથા લાકડાંનો ઉપયોગ કર્યો છે. તેમજ હિમાચલી પેઇન્ટિંગ્સ, એમ્બ્રોડરી, લાકડા પરની કારીગરી પર ભાર આપ્યો છે.
કંગનાની ફિલ્મ ‘ધાકડ’ 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અર્જુન રામપાલ સ્ટાર ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. કંગના અત્યારે પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. તેની પાસે ‘તેજસ’, અને ‘મણિકર્ણિકા રિટર્ન્સ’ જેવી ફિલ્મો છે. તે ઉપરાંત તે પોતાની અપકમિંગ પોલિટિકલ ડ્રામા ‘ઈમર્જન્સી’ ફિલ્મમાં વ્યસ્ત છે.