દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ ભક્તો દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે યાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું. તેમાં ગામનાં શ્રદ્ધાળુઓ જોડાયા હતાં.
દર વખતની જેમ ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ મહાશિવરાત્રી પર્વે ભક્તો નાં મન ભાવથી ભવ્ય સુંદર રીતે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામનાં નાના મોટા બધા શ્રદ્ધાળુઓ ભક્તિ ભાવથી જોડાયા હતાં આજે આવા સુંદર અને પાવન પર્વ પર ભગવાન શિવજીની શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દુ ધર્મમાં આજનો દિવસ ઘણો મહત્વનો છે કેમકે આજના દિવસે ભગવાન શિવજી પોતાના ધરમ પત્ની પાર્વતી માતા સાથે લગ્ન કરવામાં માટે ગયા હતાં અને ત્યારથી તેમની યાત્રામાં ભૂત પ્રેત સંતો સાધુઓ દેવતાઓ બધા હતાં અને ત્યાર થી આ મહાશિવરાત્રીના પર્વેને હજુ પણ ભવ્ય બનાવા માટે ભક્તો યાત્રામાં જોડાયા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે યાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું.