Sun. Sep 8th, 2024

બિંદાસ્ત બદલો રૂ 2000ની નોટો,ફોર્મ ભરવાની કે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી: SBI

ભારતીય રિઝર્વ બેન્કે રૂ. 2,000ની ચલણી નોટ બંધ કરવાની જાહેરાત કર્યા પછીથી લોકોમાં આ નોટોને બદલવા મુદ્દે અનેક મુંઝવણો ફેલાયેલી છે. કેટલાકનું માનવું છે કે 2016ની નોટબંધી વખતે જેમ આ વખતે પણ રૂ. 2,000ની નોટ બદલતી વખતે ફોર્મ ભરવું પડશે તેમજ ઓળખપત્ર પણ સાથે રાખવું પડશે. જોકે, ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ સ્પષ્ટ કરી દીધું છે કે તેની શાખાઓમાં એક સમયે રૂ. 20,000ની મર્યાદા સુધી રૂ. 2,000ની નોટો બદલી શકાશે. આ નાણાં કોઈપણ પ્રકારનું ફોર્મ ભર્યા વિના બદલી શકાશે. વધુમાં તેના માટે ગ્રાહકોએ તેમનું આધાર કાર્ડ અથવા કોઈપણ ઓળખપત્ર આપવું નહીં પડે.
એસબીઆઈના જાહેરનામા મુજબ રૂ. 2,000ની નોટ બેન્કમાં જમા કરાવવા અથવા બદલવા માટે ગ્રાહકોએ ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી. બેન્કની આ જાહેરાતથી ગ્રાહકોને મોટી રાહત મળશે. સોમવારથી બેન્ક ખુલશે તો બેન્કમાં ભીડ લાગવાની આશંકા છે. ભીડની સંભાવના અને લોકોની મુંઝવણને જોતા એસબીઆઈએ રવિવારે એક સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે, લોકો રૂ. 2,000ની નોટ બેન્કમાં સરળતાથી જમા કરાવી શકશે. તેના માટે તેમણે કોઈ ફોર્મ ભરવાની જરૂર નહીં પડે. બેન્કની કોઈપણ શાખામાં જઈને એક દિવસમાં રૂ. 2,000ની 10 નોટ બદલી શકાશે.
23 મે અને 30 સપ્ટેમ્બર, 2023 ની વચ્ચે, કોઈપણ વ્યક્તિ જેની પાસે 2000 રૂપિયાની નોટ છે તે તેને અન્ય મૂલ્યોની નોટો માટે બદલી શકે છે. તેવી જ રીતે, બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા માટે કોઈ વધારાનું ફોર્મ ભરવાનું રહેશે નહીં. જો કે, થાપણોને લઈને બેંકના જે પણ નિયમો છે, તેનું પાલન કરવું પડશે. ભારતીય રિઝર્વ બેંકે ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે ધીમે બજારમાંથી 2000ની નોટો પાછી ખેંચી લેશે.
અહીં 2000 રૂપિયાની નોટ પણ બદલી શકાશે
ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટરની મુલાકાત લઈને 2000 રૂપિયાની નોટો એક્સચેન્જ કરાવી શકે છે. પરંતુ કેન્દ્ર પર માત્ર 2000 રૂપિયાની 4000 રૂપિયા સુધીની નોટો જ બદલી શકાશે. બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ બેંકની જેમ કામ કરે છે. તેઓ ગ્રામજનોને બેંક ખાતા ખોલવામાં મદદ કરે છે. તે વ્યવહાર પણ કરે છે.
RBI ઓફિસમાં પણ નોટ બદલી શકાશે
દેશભરમાં 31 શહેરોમાં આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓ છે, પરંતુ રૂ. 2000ની નોટ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુરમાં જારી કરવામાં આવે છે. નવી દિલ્હી. દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં બદલી શકાય છે.

Related Post

Verified by MonsterInsights