આણંદ : ચારૂતર વિદ્યામંડળ સંચાલિત ઈજનેર કોલેજના 270 વિદ્યાર્થીઓને એમએનસી માં પ્લેસમેન્ટ મળ્યું છે. જેમાં સૌથી વધુ આઠ લાખના પેકેજ સાથે વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થયુ છે. કોરોના જેવા કપરા કાળમાં સામાન્ય વ્યક્તિઓ પણ આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે, તેમાં વિદ્યાર્થીઓના ભવિષ્યના ભણતર માટે શૈક્ષણિક સંસ્થાઓ જાતે જ રસ દાખવે તે આવશ્યક છે.
કપરા કાળમાં ઓનલાઇન ભણતર બાદ કેમ્પસ ઇન્ટરવ્યુ ના બદલે ઓનલાઇન ઇંટરવ્યુ ના અલગ અલગ લેવલ બાદ જોબ મેળવનારા આ વિદ્યાર્થીઓએ પોતાના પ્લેસમેન્ટ માટે આવી કંપની અને પોતાની કોલેજ નો પણ આભાર માન્યો હતો.
વિદ્યાર્થીઓને તેમના ભણતર પૂર્ણ થતાંની સાથેજ જોબ પ્લેસમેન્ટ માટે મદદ કરે તે જરૂરી છે ત્યારે આણંદની ચારૂતર વિદ્યામંડળ સંચાલિત જીસેટ (gcet) કોલેજના અલગ-અલગ ઈજનેર શાખા માં અભ્યાસ કરતા 270 જેટલા વિદ્યાર્થીઓને મલ્ટીનેશનલ કંપની દ્વારા જોબ માટે વાર્ષિક ઉચ્ચ પેકેજ સાથેના ઓફર લેટર આપવામાં આવ્યા છે આ કંપનીઓમાં ટાટા કેમીકલ, ટાટા કન્સલ્ટન્સી, ઇનફોસીસ (infosys),ટીસ્કો અને એમ જી મોટર્સ એવી મોટી કંપનીઓ નો ફાળો રહ્યો છે.
વર્ષ ૨૦૨૧ માં ગ્રેજ્યુએટ થનારી એન્જીનિયરીંગ બેચના વિદ્યાર્થીઓ માટે જીસેટ કોલેજ ના પ્રિન્સીપાલે કહ્યુ હતુ કે જોબ મળવી એ કોઇપણ કોલેજ માટે ફાઇનલ આઉટ કમ છે અમારી ત્યારે પ્લેસમેન્ટ ટીમે કરેલી મેહનતમાં એમએનસીએ ઓનલાઇન ટેસ્ટમાં વિદ્યાર્થીઓ નું સિલેક્શન કર્યુ છે ભવિષ્યમાં આથી સારા પ્લેસમેન્ માટે અમે પ્રયત્નશીલ રહીશું.