આજે બોલિવૂડમાં સની લિોયની કોઇ ઓળખની મોહતાજ નથી. તેનાં કરિઅરની શરૂઆત જે રહી હોય, પણ હવે તે બોલિવૂડની જાણીતી સ્ટાર છે. બોલિવૂડ ફિલ્મો અને ગીતોમાં તેની બોલ્ડનેસનું કારણ હમેશાં ચર્ચામાં રહે છે. આજે તેનો 40મો જન્મ દિવસ છે. 13 મે 1981નાં તેનો જન્મ થયો હતો.
સની લિયોનીનાં બર્થ ડે પર તેનાં જીવનનાં કેટલાંક પહેલું પર વાત કરીએ. બોલિવૂડમાં કદમ મુકતા પહેલાં સની પ્રખ્યાત પોર્ન સ્ટાર હતી. સનીએ વર્ષ 2012માં પૂજા ભટ્ટની ફિલ્મ ‘જિસ્મ-2’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
સની લિયોનનાં જીવનનું સત્ય 2018-19માં આવેલી વેબ સીરિઝ ‘કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની’માં સામે આવી. આ વેબ સીરિઝથી માલૂમ થાય છે કે, સનીએ આશે 50 જેટલી એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યુ છે. માત્ર 19 વર્ષની ઉંમરમાં તેણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કદમ મુક્યો હતો.
સની લિયોનીનું જીવન આસાન ન હતું. એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાં ઉપરાંત સની જર્મન બેકરીમાં વેટ્રેસનું કામ કરતી હતી. જેથી તેનાં ખર્ચા તે જાતે ઉપાડી શકે. મજબૂરીમાં એડલ્ટ ફિલ્મો કરનારી સની દિલથી નર્સ બનવા ઇચ્છતી હતી.
મીડિયા સાથે વાત કરતાં સની જણાવે છે કે, એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાને કારણે લોકો મારા વિશે એલ ફેલ બોલવા લાગ્યા હતાં. આ તમામ બાબતોની મારા જીવન પર ખરાબ અસર પડી હતી. હું અંદરથી તુટી ગઇ હતી. મારા પરિવારે મને અને મારા ભાઇને તમામ બુરાઇથી બચાવવાનો પ્રયાસ કર્યો. જો કે, એડલ્ટ ઇન્ડસ્ટ્રીથી બહાર આવવા મારા પરિવારે ક્યારેય મારા પર ફોર્સ નહોતો કર્યો. સનીને તેનાં ભૂતકાળથી પણ કોઇ જ ફરિયાદ નથી.
સનીનાં કરિઅરની વાત કરીએ તો, બિગ બોસથી તે ભારત આવી. જે બાદ તેણે જીસ્મ 2 કરી.. , રાગિની એમએમએસ, કુછ કુછ લોચા હૈ.વન નાઇટ સ્ટેન્ડ, એક પહેલી લીલા જેવી ફિલ્મો સની લિયોનીએ કરી. આ ઉપરાંત તે ‘સ્પ્લિટ્સ વિલા’ જેવાં શોની પણ હોસ્ટ છે.
સની લિયોની આ દિવસોમાં કોરોના વાયરસ સંક્રમિતોની મદદ પણ કરી રહી છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પર તેણે આ વાત જણાવી હતી. કોરોનાની જંગ લડી રહેલાં લોકો માટે તે બેડની વ્યવસ્થા કરવામાં લાગી છે. હાલમાં સની તેનાં પ્રેમાળ પરિવારની સાથે ઉત્તમ જીવન વિતાવી રહી છે. સની અને તેનો પતિ ડેનિયલે નિશા કૌર નામની દીકરીને દત્તક લીધી હતી. આ ઉપરાંત સની સરોગસીથી બે જોડકા બાળકોની માતા બની છે.