આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલ અંતિમ મુદત આજે સરકારે વધારી દીધી છે. આ ઉપરાંત કંપની દ્વારા તેના કર્મચારી કોરોનાની સારવાર માટે કરવામાં આવતી રકમ પણ કરમાંથી કાપવામાં આવશે. આ ઉપરાંત, કોરોનાને કારણે મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને કંપની દ્વારા ચૂકવવામાં આવતી વળતરની રકમ પણ ટેક્સમાંથી કાપવામાં આવશે.
આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે વિવાદ સે વિશ્વાસ ડાયરેક્ટ ટેક્સ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સ્કીમ હેઠળ ચૂકવણીની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ, 2021 બે મહિના વધારી દેવામાં આવી છે. કરદાતાઓ વધારાની વ્યાજની રકમ સાથે 31 ઓક્ટોબર સુધી ચુકવણી કરી શકશે.
આ ઉપરાંત પાનને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ ફરી એક વખત વધારીને 30 સપ્ટેમ્બર, 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.
આ ઉપરાંત કર્મચારીઓને આપવામાં આવતા ફોર્મ નં.16માં કંપની દ્વારા જારી કરાયેલા ટીડીએસ પ્રમાણપત્રની છેલ્લી તારીખ 15 જુલાઈ, 2021 થી વધારીને 31 જુલાઈ, 2021 કરવામાં આવી છે.