ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. રોજના 30 આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. આ વચ્ચે રાજ્યમાં કોરોનાના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ કપ્પા વેરિયન્ટ પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં આ કપ્પા વાયરસના 3 કેસ હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી પ્રમાણે અમદાવાદની બી.જે. મેડિકલ કોલજના માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા જૂન મહિનામાં પુનાની વાયરોલોજી લેબ ખાતે કેટલાક શંકાસ્પદ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બે સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો છે. આ ઉગાઉ મે મહિનામાં એક સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ સામે આવ્યો હતો.
રાજ્યમાં મે મહિનામાં સાબરકાંઠાના એક વૃદ્ધ દર્દીમાં આ કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. એ પછી જૂન માસમાં ગોધરા અને મહેસાણાના દર્દીમાં આ કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. ત્યારે આ કપ્પા વેરિયન્ટ કેટલો ઘાતકી છે તે અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે ગુજરાતમાંથી એપ્રિલ મહિનામાં પુનાની વાયરોલોજી લેબ ખાતે સેમ્પલ મોકલવામાં આવતા હતા તે પ્રમાણે અત્યારસુધી રાજ્યમાં 32 સેમ્પલમાં ડેલ્ટા અને એક સેમ્પલમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યો છે.