ગુજરાતની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમનું પરિણામ પણ જાહેર કરી દીધું છે.
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે એકેડમિક સત્ર 2020-21 ની દસમા ધોરણ બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી દીધી હતી.બોર્ડે વિદ્યાર્થીઓને વર્ષભરની પરીક્ષાઓમાં તેમના પ્રદર્શનના આધારે ગુણ(marks) આપવાનો નિર્ણય કર્યો. મૂલ્યાંકન નીતિ મુજબ શાળાઓ વિદ્યાર્થીઓને યુનિટ ટેસ્ટના આધારે વધુમાં વધુ 10 ગુણ, અર્ધવાર્ષિક પરીક્ષાના આધારે વધુમાં વધુ 30 ગુણ અને પ્રિબોર્ડ પરીક્ષાના આધારે વધુમાં વધુ 40 ગુણ આપી શકશે. બાકીના 20 ગુણ શાળાઓ દ્વારા કરવામાં આવેલા આંતરિક મૂલ્યાંકન (internal exam) આધારિત થશે.