અમદાવાદ પોલીસ કમિશ્રર દ્વારા શહેરના મૉલની સુરક્ષાને લઈને ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્ચો છે કે, ભૂતકાળમાં વિશ્વમાં અનેક દેશોમાં આતંકવાદી હૂમલાઓ થઈ ચૂક્યા છે. જેને ભવિષ્યમાં પણ નકારી શકાય તેમ નથી. જેથી અમદાવાદના મૉલને સુરક્ષાની તકેદારી રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત પોલીસને પણ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી લઈને તમામ વાહનોના ચેકિંગ કરવા માટેની પણ સૂચનાઓ અપાઈ છે.
મહત્વનું છે કે, જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હૂમલા બાદ દેશના મહત્વના સ્થળોએ આતંકવાદી હૂમલાની દહેશતના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં અગાઉ આતંકી હૂમલા થઈ ચૂક્યાં છે. ત્યારે દેશમાં ગુજરાત પણ સંવેદનશીલ રાજ્યો પૈકીનું એક છે. જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આતંકવાદી હૂમલાની શંકાના આધારે શહેરમાં આવેલા મૉલને સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.