Sun. Dec 22nd, 2024

China Earthquake : ચીનમાં ભૂકંપના આંચકા, યાંગ્બીમાં રાતના 2 વાગ્યા પછી 166 ભૂકંપના આંચકા અનુભવાયા

China Earthquake : ચીનના યુન્ના પ્રાંતના યાંગ્બી યી સ્વાયત્ત કાઉંટીમાં એક પછી એક આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને અન્ય 27 લોકો ઘાયલ થયા છે. સત્તારુઢ પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના પ્રાંત પ્રમુખ યાંગ ગુઓજોંગે જણાવ્યું કે દાલી બાઇ સ્વાયત્ત પ્રાંતના તમામ 12 કાઉંટી અને શહેરોમાં ભૂકંપના આંચકા આવ્યા છે.

સૌથી વધારે પ્રભાવિત યાંગ્બી છે. યાંગ્બી કાઉંટીમાં બે લોકોના અને યોંગપિંગ કાઉંટીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યુ કે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે,જ્યારે અન્ય 24 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે.

ભૂકંપના કારણે 20,192 મકાનમાં રહેનારા લગભગ 72,317 લોકો પ્રભાવિત થયા. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર અનુસાર યાંગ્બીમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી 5.0 ની તીવ્રતાથી પણ વધારેના ચાર ભૂકંપના આંચકા અનુભવાયા. આ વિસ્તારમાં રાતના 2 વાગ્યા પછી 166 ભૂકંપના આંચકા આવ્યા. બચાવકર્તા દળને ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા છે અને બચાવ અભિયાન ચાલી રહ્યુ છે.

શિન્હુઆએ અધિકારીક સૂત્ર તરફથી જણાવ્યુ કે ઉત્તર પશ્ચિમ ચીનના કિંગઘઇ પ્રાંતમાં શનિવારે 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો પરંતુ કોઇ નુકસાન થયુ હોવાના સમાચાર નથી. સ્થાનીય અધિકારીઓ જણાવ્યુ કે અત્યારે કોઇ અન્ય નુકસાન કે મકાન ધરાશાયી થવાના સમાચાર નથી. સાથે વીજળી અને અન્ય સંચાર સુવિધાઓ પણ સામાન્ય છે. જો કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં પુલ તેમજ રસ્તાનો અમુક ભાગ તૂટી ગયો છે.

Related Post

Verified by MonsterInsights