Mon. Dec 23rd, 2024

Covid 19 Symptoms: હકીકતમાં એક સ્ટડી પ્રમાણે, હવે કોવિડ નેલ્સ (Covid Nails) જોઈને કોરોનાની સ્થિતિને સમજી શકાય છે?

Covid 19 Symptoms: કોરોના સંક્રમણનો સામનો કરી રહેલા લોકોમાં અલગ-અલગ પ્રકારના લક્ષણ જોવા મળી રહ્યાં છે. નવા અભ્યાસ અનુસાર કોવિડ સંક્રમણથી સાજા થઈ ચુકેલા લોકોના નખ પર એક લાઇન ઉભરી આવે છે.

દુનિયા કોરોના સંક્રમણ થી સંઘર્ષ કરી રહી છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસ ની બીજી, ત્રીજી અને ચોથી લહેર ચાલી રહી છે. તેવામાં બધા લોકો ઘરની અંદર રહીને પોતાનું ધ્યાન રાખી રહ્યાં છે. તેમાં કોઈ બે મત નથી કે કોરોનાના લક્ષણ પણ ખુબ ઝડપથી બદલી રહ્યાં છે.

જે સિમ્પ્ટમ્સ સ્ટડી એપ ના મુખ્ય પ્રોફેસર ટિમ સ્પેક્ટર એ ટ્વિટર પર એક પોસ્ટ લખીને નખ પર ધ્યાન આપવા માટે કહ્યું છે. તેમણે ટ્વીટ કરીને પૂછ્યુ કે શું તમારા નખ અલગ જોવા મળી રહ્યાં છે? હકીકતમાં એક સ્ટડી પ્રમાણે, હવે કોવિડ નેલ્સ જોઈને કોરોનાની સ્થિતિને સમજી શકાય છે. જે લોકોને ક્યારેય કોરોના સંક્રમણ થઈ ચુક્યું છે, તેમાંથી ઘણા લોકોના નખ પર એક લાઇન ઉભી જોવા મળે છે.

સામાન્ય રીતે નખોના રંગ કે બનાવટમાં કોઈપણ ફેરફાર કેલ્શિયમ કે વિટામિનની કમીને કારણે જોવા મળે છે. પરંતુ પ્રોફેસર ટિમ અનુસાર, આ ફેરફાર કોવિડ સંક્રમણને કારણે પણ થાય છે. જો કોઈ દર્દી સંક્રમણ ગંભીર અવસ્થામાં થાય છે તો નખના શેપમાં પણ ફેરફાર થઈ શકે છે. ડાયાબિટીસ, થાઇરોઇડ, કે આયરનની કમી થવા પર પણ નખોમાં ફેરફાર આવી શકે છે.

પ્રોફેસર ટિમ સ્પેક્ટરે લખ્યુ- કોવિડ સંક્રમણ થયા બાદ નખ ઠીક થઈ જાય છે. આ રિકવરી માં નખ પર એક લાઇન બની જાય છે. તે તમારી ત્વચા કે નખની આસપાસ કોઈ નુકસાન પહોંચતુ નથી. તેમણે તે પણ કહ્યું કે, નખનો ગ્રોથ સામાન્ય રીતે 6 મહિનાના ગાળા પર થાય છે. તેથી નખોમાં તે લક્ષણ જોવામાં થોડો સમય લાગી શકે છે

Related Post

Verified by MonsterInsights