Cyclone Yaas પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાત આગામી 24 કલાકમાં ખૂબ જ તીવ્ર તોફાનનું સ્વરૂપ ધારણ કરશે. જેમાં 26 મેના રોજ યાસની ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગે કહ્યું હતું કે આ દરમ્યાન પવનની ગતિ 155 થી 165 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

Cyclone Yaas થી લોકોને બચાવવા માટે દરિયાકિનારેથી લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. તેમજ એનડીઆરએફ અને નૌસેના પણ તૈનાત કરવામાં આવી છે. તેમજ ગૃહ મંત્રાલયે બંને રાજ્યોને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર 24 કલાક તેમની સહાયત માટે તૈયાર છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર Cyclone Yaas ઓરિસ્સાના પારાદીપથી 200 કિ.મી. દક્ષિણપૂર્વમાં છે. તે આગામી 6 કલાકમાં ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઇ શકે છે. જે આવતીકાલે બુધવારે બાલાસોરની દક્ષિણે અને ધમરા બંદરની ઉત્તર તરફના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.

પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાની અસર શરૂ થવા માંડી છે. જેમાં દરિયાની સપાટીમાં વધારો થયો છે, ભારે વરસાદ પડી રહ્યો છે અને પવનની ગતિ પણ વધી છે.તમિળનાડુના રામાનાથપુરમ જિલ્લાના રામેશ્વરમ તાલુકામાં તીવ્ર પવન સાથે દરિયો તોફાની બન્યો છે.

પશ્ચિમ બંગાળના દિઘા સી બીચની આસપાસ યાસના પગલે સેનાને તૈનાત કરવામાં આવી છે. ચક્રવાત દિધાથી 420 કિમી, બાલેશ્વરથી 430 કિમી અને પારાદિપથી 320 કિમી દૂર પહોંચ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વાવાઝોડાને પહોંચી વળવા માટે સાવચેતીના પગલા તરીકે દિખામાં સૈન્ય તૈનાત કરવામાં આવી રહ્યું છે અને 60 સૈનિકોની ટીમ તૈયાર છે. અહીં NDRF અને અર્ધ સૈનિક દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળના દિઘા સી બીચની આસપાસ યાસના પગલે સેનાને તૈનાત કરવામાં આવી છે. ચક્રવાત દિધાથી 420 કિમી, બાલેશ્વરથી 430 કિમી અને પારાદિપથી 320 કિમી દૂર પહોંચ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વાવાઝોડાને પહોંચી વળવા માટે સાવચેતીના પગલા તરીકે દિખામાં સૈન્ય તૈનાત કરવામાં આવી રહ્યું છે અને 60 સૈનિકોની ટીમ તૈયાર છે. અહીં રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને અર્ધ સૈનિક દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

ઓરિસ્સામાં આઇએમડીએ કહ્યું કે, આવતીકાલે જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક અને બાલાસોરમાં 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે બપોર સુધીમાં ભૂસ્ખલનની સંભાવના છે. ધમરા અને પારાદીપ બંદરો માટે સૌથી વધુ ખતરાની ચેતવણી જાહેર કરી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું હતું કે મંગળવાર અને બુધવારે કેંદ્રપાડા, ભદ્રક, જગતસિંહપુર, બાલાસોર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ મંગળવાર અને બુધવારે ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. જ્યારે અન્ય વિસ્તારો મયુરભંજ, જાજપુર, કટક, ખોરડા અને પુરીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights