દાહોદ નગરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરાયું હતું. નગરના યોગ શીખવા ઇચ્છુક નાગરિકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર આ શિબિરમાં ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીની અધ્યક્ષતામાં આ યોગ શિબિર યોજાઇ હતી.
યોગ શિબરમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, નગરપાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા. નગરની વિવિધ સંસ્થાઓ બ્રહ્માકુમારી, પંતજલી યોગ સંસ્થા, આર્ટ ઓફ લીવીગ વગેરે સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ, સ્વામી મહેશયોગીજી, ડીવાયએસપીશ્રી, એસઆરપી ગ્રુપ પાવડી તેમજ પોલીસકર્મીઓ આ શિબિરમાં જોડાયા હતા. રમતગમત અધિકારી શ્રી વીરલ ચૌધરીએ પણ શિબિરમાં ભાગ લીધો હતો.
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત આ યોગ શિબિરનું દાહોદ નગરમાં આયોજન કરાયું હતું.