અમૃત મહોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લામાં આજે રાષ્ટ્રીય પંચાયતરાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ વિકાસ કમિશનર શ્રી વસૈયાજી ની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરાઇ હતી. જિલ્લાના ૫૫૭ પંચાયત ખાતે આ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખરેડી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સંદર્ભે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ ઉપરાંત પશુ કેમ્પ હેઠળ ખરવા મોવાસા રસીકરણના કેમ્પનું આયોજન કરાયું હતું. તેમજ શાળાઓ ખાતે ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું. તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડો. કમલેસ ગોસાઈએ માહિતી આપતા જણાવ્યું છે.