ફતેપુરાના અંબાજી મંદિર પાસેથી બિનવારસી બાઈક મળી આવી.ચાર દિવસથી પહેલા કોઇ અજાણ્યો ઈસમ બાઈક માં ચાવી સાથે મૂકી જતા અનેક તર્ક-વિતર્ક
ફતેપુરા તાલુકાના મેન બજાર વિસ્તારમાં આવેલ અંબાજી માતાના મંદિર પાસે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા બિનવારસી હાલતમાં બાઈક નંબર GJ09CU3078 ચાવિ સાથે મૂકીને જતો રહ્યો હતો બાઈક કોણે મૂકી ?કેમ મૂકી? કોની હશે ચોરેલી તો ન હોય ?કે કોઈ ગુનામાં સંડોવાયેલા તો ન હોય તેવા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા ત્યારે તેની જાણ મંદિરના પૂજારીની થતા મંદિરના પૂજારી ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઇ સી બી બરંડાએ બિનવારસી બાઇકનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.