ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ ગ્રામ પંચાયતના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ ના હોદ્દા ઉપરથી દૂર કરતાં સરપંચે અપીલ કરીને અધિક વિકાસ કમિશનર રજૂઆત કરી સસ્પેન્શન ઓર્ડર ઉપર મનાઈહુકમ મેળવ્યો હતો તારીખ 12 એપ્રિલ ની સુનાવણીમાં આ મનાઈ હુકમની સુનાવણી અધિક વિકાસ કમિશનર સામે થતા અધિક વિકાસ કમિશનરે જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને સરપંચના હોદ્દા પરથી દુર કરવાના હુકમને કાયમ રાખીને મનાઈહુકમ ઉઠાવી લીધો હતો તેનો હુકમ તારીખ 13 એપ્રિલના રોજ કરી દેવામાં આવ્યો હતો પરંતુ આજદિન સુધી ફતેપુરા ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતનો ચાર્જ કોઈને પણ સોંપવામાં આવ્યો નથી કે ગ્રામ પંચાયતમાં કોઈ વહીવટદાર મૂકવામાં આવ્યા નથી