Mon. Dec 23rd, 2024

DAHOD-ફતેપુરા તાલુકાના એક ગામની સગીરાનું સરસ્વા પૂર્વ ગામ ના યુવકે અપહરણ કર્યું

આજે તારીખ 23 જુલાઈ ના રોજ ફતેપુરા તાલુકા ના એક ગામે રહેતા સગીરા ના પિતાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યુંઓ હતું કે ગત તારીખ ૧૦ જુલાઇના રોજ તેમની સગીર વયની પુત્રી તેની ફોઇ ના ઘરે  જવા નીકળેલ જે તારીખ ૧૧ જુલાઇ સુધી પરત ન ફરતા તેની શોધખોળ કરતા હતા તે દરમિયાન તેમને જાણવા મળેલ કે સરસવા પૂર્વ ગામનો શાંતિલાલ મંગળા ભાઇ ડામોર નામનો ઇસમ તેમની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી જબરજસ્તીથી પત્ની તરીકે રાખવાના ઇરાદે ભગાડી ગયેલ છે

આવી હકીકતની તેઓને જાણ તેઓ ગામના અન્ય ઈસમોને સાથે લઈને શાંતિલાલ મંગલા ભાઈ ડામોર ના ઘરે સરસવા પૂર્વ ગામે જઈને શાંતિલાલ ના પિતા ને સમગ્ર હકીકતની જાણ કરી હતી જેથી શાંતિલાલના પિતાએ કહેલ કે મારો છોકરા શાંતિલાલ ની ભાળ મેળવી છોકરી મળી આવેથી તમને સોંપી દઈશ તેમ વાત કરી હતી પરંતુ આજે તારીખ 23 july સુધી તેઓની સગીર વયની પુત્રી ને સદર ઈસમોએ ન સોપતા તેઓએ સરસવા પૂર્વ ગામે રહેતા શાંતિલાલ મંગળા ભાઇ ડામોર સામે સુખસર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

Related Post

Verified by MonsterInsights