આજે તા-૨૬/૯/૨૦૨૧ ના રોજ ફતેપુરા તાલુકાના પીપલારા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 81 મો “મન કી બાત” નો કાર્યક્રમ નિહાળવાનું આયોજન ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ફતેપુરા તાલુકાપંચાયત ની બારસાલાડા સીટ ના તાલુકા સભ્ય ના નિવાસ્થાને પીપલારા ગામ માં યોજવામાં આવ્યો હતો
જેમાં ભાજપા ગુજરાત પ્રદેશઅનુસુચિત જાતી ના પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.અશ્વિનભાઇ પારગી,ભાજપ વ્યવસાયિકસેલ જિલ્લા સહ સંયોજક પંકજ પંચાલ,સરપંચ શારદાબેન કટારા, ભાજપ મહિલા મોરચાના જિલ્લા મંત્રી તેમજ મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો અને હોદ્દેદારો તેમજ ગ્રામજનો એ આ કાર્યક્રમ નિહાળ્યો હતો .