25 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના કરમેલ ગામે ફતેપુરા તાલુકા ભાજપા દ્વારા વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ નિહાળવા નું આયોજન કરવામાં આવ્યું હતું
જેના અનુસંધાને ફતેપુરા 129 મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયાર, દાહોદ જિલ્લા ભાજપા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, ફતેપુરા તાલુકા ભાજપાના ઉપપ્રમુખ ભાવેશ પટેલ તેમજ દાહોદ જિલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ મોહિ ડામોર સહિત ફતેપુરા તાલુકા ભાજપના વિવિધ કાર્યોકરો,હોદ્દેદારો અને નેતાઓ ફતેપુરા તાલુકાના કરમેલ ગામે એકત્રિત થયા હતા
વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ નિહાળવાનુ સંપૂર્ણ આયોજન થઈ ચૂક્યું હતું પરંતુ સવારથી જ વરસાદના કારણે વિજળી ગુલ થવાથી ટેલિવિઝનના માધ્યમથી વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું આયોજન ન થઈ શક્યું જેથી મોબાઈલ દ્વારા વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું નક્કી કરવામાં આવ્યું
જેના પગલે ઉપસ્થિત સર્વ કાર્યકર્તાઓ,હોદ્દેદારો અને નેતાઓ સાથે મળીને ધારાસભ્ય સહિત પ્રમુખ અને મહામંત્રીએ મોબાઈલ વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો