Mon. Dec 23rd, 2024

DAHOD- ફતેપુરા નગર અને કરોડિયા ગામમાં ચાલતા કતલખાનાઓ પર્યુષણ પર્વ નિમિત્તે બંધ રાખવા માટે ફતેપુરા જૈન સંઘ દ્વારા ફતેપુરા મામલતદાર અને સરપંચને અપીલ રજૂઆત કરવામાં આવી

આજે તારીખ ૧લી સપ્ટેમ્બર 2021 ના રોજ ફતેપુરાના શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન શ્રી સંઘ દ્વારા ફતેપુરાના મામલતદાર અને ફતેપુરા ના સરપંચને રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું છે કે ફતેપુરામાં તારીખ 3 સપ્ટેમ્બર થી તારીખ 13 સપ્ટેમ્બર સુધી દસ દિવસ દરમિયાન પયુષણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં જૈન સમાજના લોકો દ્વારા ઉપાસના,વ્રત અને ધ્યાન કરવામાં આવે છે વર્ષમાં એક જ વખત આવતો આ જૈન સમાજ નો મોટામાં મોટો તહેવાર હોય આ દસ દિવસ સુધી ફતેપુરા નગર અને કરોડિયા ગામ ના કતલખાના બંધ રખાવવા માટે અપીલ સહ રજૂઆત કરીએ છીએ

Related Post

Verified by MonsterInsights