ફતેપુરા પોલીસ ને દારૂ અને જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની સુચના અને માર્ગદર્શન જિલ્લા પોલીસ વડા તથા નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવેલ હોય જે આધારે તારીખ 15 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા પોલીસ મથકના P.S.I. સીબી બરંડા તથા સ્ટાફ ના માણસો મુકેશકુમાર ઉદેસિહ, કલ્પેશકુમાર ડાયાભાઈ, જીતેન્દ્રભાઈ ચુંનીયાભાઈ તથા પીન્ટુભાઇ સુભાષભાઈ સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા તેવામાં P.S.I. સી બી બરંડા ને ખાનગી રાહે બાતમી મળેલ કે રાજસ્થાન તરફથી એક સિલ્વર કલરની સ્કોડા ગાડી GJ 01 KG0249 નંબરની ગાડીમાં અમુક ઈસમો ઇંગ્લિશ દારૂ લઇ રાજસ્થાન તરફથી સલરા ગામ તરફ આવી રહ્યા છે
જે બાતમીના આધારે મોટા સલરા મહુડા ચાર રસ્તા પાસે પોલીસ સ્ટાફના માણસો સાથે વોચ તપાસમાં હતા તે દરમિયાન ઉપરોક્ત વર્ણન વાળી ગાડી સ્કોડા ગાડી આવતા પોલીસના માણસો ને વાહન ચેકિંગ કરતા થોડે દૂરથી જોઈ જતા આરોપીઓ પોતાની ગાડી પાછી વાળવા કરતા હોય જેથી એવામાં પોલીસના માણસો ગાડી જોઈ જતા સદર ગાડી ઉપર શંકા જતા ગાડી રોકવા તેના ચાલકને ઈશારો કરતા તેને ગાડી રોકેલ નહીં અને ગાડી પાછી વાળતા હોય જેથી ગાડી ને રોકવા માટે ગાડી તરફ પોલીસના માણસો દોડી ને ગયા એવામાં ગાડીના ડ્રાઈવર સીટ ની બાજુની સીટમાં માં બેઠેલ એક ઈસમ ગાડીમાંથી નીચે ઉતરી અંધારાનો લાભ લઇ ખુલ્લા ખેતરોમાં નાસી ગયો અને ડ્રાઈવર સીટ ઉપર બેઠેલ એક ઈસમને પોલીસે પકડી પાડયો અને તેને તેના નામ ઠામ ની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અરવિંદભાઈ ઉર્ફે પ્રવીણ ભાઈ ચંદુભાઇ રાઠોડ ઉ.વ. 40 રહે.ગોવિંદપુરા તા.હાલોલ જી.પંચમહાલ નો હોવાનું જણાવ્યું હતું તથા ભાગી છૂટેલા ઇસમ નુ નામ ઠામ પુછતા ફરાર ઇસમ નુ નામ મહેન્દ્રભાઈ દેસાઈ ભાઈ પરમાર રહે.જલિયાપા ના મુવાડા,તા.ગોધરા,જી.પંચમહાલ નો હોવાનું જણાવ્યું હતું સદર ઝડપાયેલા ઈસમની ગાડીમાં ચેક કરતા ગાડી ની ડીકી માં થી ભારતીય બનાવટ ના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ફુલ 280 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂ.103440 ની મળી આવેલ.
ગાડીની કિંમત રૂપિયા ૩ લાખ મળી કુલ રૂપિયા 403440 બિનઅધિકૃત ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી અરવિંદભાઈ ઉર્ફે પ્રવીણભાઈ ભાઈ ચંદુભાઇ રાઠોડ રહે.ગોવિંદપુરા,તા.હાલોલ,જી.પંચમહાલ ને પકડી પાડેલ છે અને ફરાર આરોપી ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે