Fri. Nov 22nd, 2024

DAHOD-FATEPURA-ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઇ જતા આરોપીઓને પકડી પાડી મુક પશુઓનો આબાદ બચાવ કરતી ફતેપુરા પોલીસ

આજરોજ ફતેપુરા પોલીસ મથકના PSI  સી.બી.બરંડા તથા પોલીસ સ્ટાફ મુકેશકુમાર ઉદેસીહ કલ્પેશકુમાર ડાયાભાઈ તથા જીતેન્દ્રભાઈ ચુનિયા ભાઈ તથા પીન્ટુભાઇ સુભાષભાઈ આ રીતના પોલીસ સ્ટાફના માણસો સાથે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં હાજર હતા તેવા સમય ફતેપુરા PSI સી.બી.બરંડા ને ખાનગી રાહે બાતમી મળેલ કે માધવા ગામ તરફથી ફતેપુરા વાળા રસ્તે થઈ રાજસ્થાન તરફ એક બોલેરો પીક અપ ડાલામાં પાડી ઓ ભરી રાજસ્થાન મુકામે કતલ કરવા લઈ જનાર છે અને પીકપ બોલેરો નંબર RJ03GA6486 છે.આવી બાતમી મળતા તરત જ પીએસઆઇ તથા સ્ટાફના માણસો કાળીયા વલુંડા ગામ તેરંગોળા ચોકડી પાસે આવી વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તેવામાં ઉપરોક્ત નંબર વાળું પીકપ ડાલુ આવતા તેને ઉભુ રખાવી તેમાં જોતા એક ડ્રાઇવર તથા તેની બાજુમાં બીજા બે ઈસમો બેઠેલા હતા અને પિકઅપ ડાલા માં જોતા પાછળના ભાગે લાકડાના બે પાટીયા મારેલા હતા જે પાટીયા ખસેડીને જોતા તેમાં પાડી ઓ ભરેલી હતી જે પાડી ઓ ગણી જોતા કુલ 10 પાડી ઓ હતી અને સદર પાડી ઓ નેખાવા પીવા માટે પાણી તેમજ ઘાસચારો પણ રાખેલો ન હતો અને કતલખાને લઇ જવાના ઈરાદે પાડી ઓ લઇ જતા હોવાનું માલૂમ પડયુ હતુ

જેથી કુલ 10 પાડી ઓ ની કિંમત રૂપિયા 15000 તથા બોલેરો પિકઅપ ડાલા ની કિંમત રૂપિયા 250000 ગણી કુલ કિંમત રૂપિયા 265000 મુદ્દામાલ સાથે આરોપી (1)મગનલાલ કમજીભાઇ પરમાર રહે.કોડવાડા,તાલુકો.અરથુણા જિલ્લો.બાસવાડા(2) પંકજભાઈ વેલજીભાઈ થોરી રહે.નાલપાડા,તાલુકો.અરથુણા,જિલ્લો.બાસવાડા તથા(3) કચરાભાઈ મોહનભાઈ થોરી રેહ.માધવા તાલુકો.ફતેપુરા,જિલ્લો.દાહોદ ના ને પકડી પાડેલ છે આમ ફતેપુરા પોલીસને ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઇ જતાં પકડી પાડી કુલ 10 પશુઓનો જીવ બચાવવા મા સફળતા મળી છે.

Related Post

Verified by MonsterInsights