કોરોના બાદ ભારભરમાં હાહાકાર મચાવનારા H3n2 વાયરસના કારણે પ્રથમ મોત ગુજરાતમાં નોંધાયું છે. અગાઉ પણ દેશમાં આ વાયરસના કારણે બે મોત થઇ ચુક્યા છે. જેના પગલે ગુજરાત સરકાર દ્વારા તાબડતોબ બેઠકો બોલાવવામાં આવી હતી. દવાઓનો ઉપલબ્ધ જથ્થો અને સારવારની પદ્ધતીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યમાં હાલ વાયરલ ફિવરના કારણે રોકેટ ગતિએ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ફ્લુના વધારાને કારણે સરકાર પણ ચિંતિત છે. સામાન્ય ફ્લૂમાં દવાઓના આધારે જ રિકવરી આવી જતી હોય છે. જો કે જો આ ફ્લુ થર્ડ સ્ટેજામાં ફ્લૂનો વાયરસ ફેફસા સુધી પહોંચી જતો હોવાના કારણે ગંભીર પરિણામો પણ સર્જી શકે છે.
જેથી જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો ઉપલબ્ધ દવાઓના જથ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. હાલ H3N2 ના બે કસ હોવાનું સરકારે સ્વિકાર્યું છે. જ્યારે H1n1 નો એક કેસ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં જોકે h1n1 ના કારણે એક દર્દીનું મોત પણ નિપજ્યું છે.
ઋષીકેશ પટેલે આ અંગે પત્રકાર પરિષદ કરીને નાગરિકોને જરૂરી સુચનો કર્યા હતા. આ ફ્લૂના કારણે ડોક્ટર્સને પણ સાવચેતી રાખવા માટે અપીલ કરી હતી. નાગરિકોને માસ્ક અનેકોરોનાને લગતી તમામ ગાઇડલાઇનોનું પાલન કરવા માટે પણ અપીલ કરી છે.
બાળકોમાં એડેનોવાયરસ સામાન્ય રીતે શ્વસન અને આંતરડાના માર્ગને ગ્રસીત કરે છે. ઉપરી શ્વસન તંત્ર અને આંતરડાને સૌથી વધારે નુકસાન કરે છે. ડોક્ટર્સના અનુસાર 0-2 વર્ષની વય જૂથના બાળકોમાં સંક્રમણનો સૌથી વધારે ખતરો રહે છે. 2-5 વર્ષની વય જૂથના બાળકોને સૌથી વધારે સાંચવવા જોઇએ. 5-10 વર્ષની વયના બાળકોને ચેપ થાય અને ત્યાર બાદ રિકવરી સૌથી વધારે મુશ્કેલ છે. ડોક્ટરોએ જણાવ્યું કે, 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં આ વાયરસનો ચેપ લાગવાની શક્યતા નહીવત્ત હોય છે. હાલમાં દેશમાં હાલમાં H3N2 અને એડિનોવાયરસ એક્ટિવ છે જે બન્ને વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પરિપત્ર જાહેર કર્યો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડીને અપીલ કરવામાં આવી છે કે, હાલના સમયમાં ગરમીને ધ્યાનમાં રાખીને મોસમી તાવથી બચવું જરૂરી છે. આ દરમિયાન આઈએમએએ ડૉક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિકનું સેવન ન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત ડોક્ટર્સને પણ એન્ટિબાયોટિક પ્રિસ્ક્રાઇબ ખુબ જરૂરી હોય તો જ કરવા માટે અપીલ કરવામાં આવી છે. શરદી, ખાંસી અને તાવને કારણે લોકોએ જાતે જ એન્ટિબાયોટિક્સનું સેવન કરવાનું ટાળવા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશમાં એન્ટિબાયોટિક દવાની માંગમાં એકાએક ઉછાળો આવ્યો છે.