Delhi: કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત પુન:પ્રાપ્તિની દીશા તરફ આગળ વધી રહી છે અને, આ આર્થિક સ્તર પૂર્વ-કોવિડ -19 પહેલાના સ્તરને પાર કરવાના માર્ગ પર આગળ વધી રહ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતોના પ્રધાને, COVID-19 રોગચાળાને કારણે ઉદ્યોગોના સંગઠનો સાથે વર્તમાન અને ભાવિ પડકારો અંગેની સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠક દરમિયાન કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે, ‘COVID-19 ની બીજી લહેર આપણા સૌ માટે મુશ્કેલભરી બની હતી. જોકે, ઉદ્યોગોની સક્રિય ભૂમિકા, સ્થિતિસ્થાપકતા અને પ્રતિબદ્ધતા, વધુ જોમ સાથે આપણું વળતર સુનિશ્ચિત કરવાની દિશામાં આગળ વધ્યાં છીએ. આપણી અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં સફળતાપૂર્વક COVID લહેર પૂર્ણ થયા બાદ રિકવરી કરી લેશે.

ગોયલે કહ્યું હતું કે, “ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂત સુધારો જોવા મળી રહ્યો છે. અને તે COVID-19 પહેલાના આર્થિક સ્તરને પાર કરવાના માર્ગ પર આગળ વધી રહી છે. ગોયલે જણાવ્યું છે કે, કોવિડ-19ના ગાળા દરમિયાન અત્યાર સુધીની સૌથી વધુ એફડીઆઈ રહી છે, કારણ કે આપણી પાસે નાણાકીય વર્ષ 2020-21માં 81.72 અબજ ડોલરની એફડીઆઈ છે, જે નાણાકીય વર્ષ 2019 – 20ની તુલનામાં 10 ટકાથી વધુ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે મે 2021માં અત્યાર સુધીમાં રેલવે વિભાગ દ્વારા 114.8 મેટ્રિક ટનનું સૌથી વધુ માલનું પરિવહન થયું છે, જે મે 2019 માં અગાઉના શ્રેષ્ઠ 104.6 મેટ્રિક કરતા 9.7 ટકાથી વધારે છે. છેલ્લા 9 મહિનાથી રેલ્વે સતત સૌથી વધુ માલવાહક વાહન વ્યવહાર કરે છે.
વિદેશી વેપાર અંગે બોલતા તેમણે કહ્યું હતું કે એપ્રિલ 2021 માં નિકાસએ COVID-19 પહેલાના આંકડાને પાર કરી દીધા છે. મે 2021 દરમિયાન પણ, જ્યારે કોરોનાનાં કિસ્સા ઘણાં આવતા હતા, ત્યારે દેશમાંથી નિકાસ ખૂબ જ સારી રીતે થયો હતો.

કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં COVID-19 કેસોમાં ઝડપી વૃદ્ધિને કારણે લોકડાઉન, ઓક્સિજનની ઉપલબ્ધતા, કામદારોના સ્થળાંતર અને કાર્યબળ વચ્ચેના ઔદ્યોગિક ઉત્પાદનમાં ખરાબ અસર થઈ છે. પરંતુ, આ સ્થિતિમાંથી દેશ જલ્દી જ બહાર આવી જશે તેવો કેન્દ્રીયપ્રધાને આશાવાદ વ્યક્ત કર્યો છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights