રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જો કે કોરોના વાયરસ ના નવા કેસો, મૃત્યુ અને એક્ટીવ કેસ ઓછા થતા રાજ્ય સરકારે વિવિધ પ્રતિબંધો ઓછા કરી નાખ્યા છે અને ઘણી છૂટ પણ આપી છે. આમાં એક મુદ્દો માસ્ક ન પહેરવાના દંડનો પણ હતો. રાજ્ય સરકારે માસ્ક ન પહેરવાના દંડની રકમ ઘટાડવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે ગુજરાત હાઈકોર્ટ એ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડવાની ગુજરાત સરકાર ની અરજી ફગાવી દીધી છે અને આ માટે કારણો પણ રજૂ કર્યા છે.
ગુજરાતની રૂપાણી સરકારેની કોરોના સુઆમોટો અરજી પર હાઈકોર્ટમાં સનાવણી શરૂ થઈ છે. માસ્કના દંડ ઓછા કરવા માટે સરકારે કોર્ટમાં અરજી કરી છે, પરંતુ આ મામલે હાઈકોર્ટે સખ્ત વલણ દાખવતા કહ્યું કે માસ્કનો દંડ 1000 રૂપિયા જ રહેશે. બીજી તરફ હાઈકોર્ટે કહ્યું કે કોરોના અંગે સરકારે લીધેલા પગલાં અને કામગીરી અમે ધ્યાને લીધી છે. પરંતુ હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેર અપેક્ષિત છે. અને જો માસ્કની રકમ ઓછી કરો તો શું લોકો શિસ્તમાં રહશે? લોકો શિસ્તમાં રહેશે તેની જવાબદારી રાજ્ય સરકાર લેશે? લોકોને માસ્ક પહેરાવો એ જ વિકલ્પ છે. દંડની રકમ વધુ છે એટલે લોકો શિસ્તમાં છે. લોકો હવે પૈસા નથી તેવું કહીને ઉભા રહી જાય છે.
રાજ્ય સરકારે માસ્કનો દંડ ઘટાડવા મામલે રજૂઆત કરી હતી. જોકે હાઇકોર્ટે કહ્યું હતું, ‘પર્યાપ્ત વેક્સિનેશન બાદ માસ્કના દંડ ઘટાડા અંગે વિચારીશુ. માસ્ક પર 1 હજાર દંડ રાખ્યો છતા બીજી લહેર આવી.’ સરકારે કોરોનાના કેસો પિક પર હતા ત્યારે આપણે દંડ વસૂલ્યો જ છે. હવે પ્રમાણમાં કેસો ઓછા છે માટે દંડની રકમ ઓછી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે જો 50 ટકા લોકો વેકસીનેટેડ થાય તો સરકાર 50 ટકા માસ્કના દંડ ની રકમ ઘટાડવા વિચારણા કરાશે. કોર્ટે કહ્યું કે બીજા દેશો ની તુલના માં આપણે ખૂબ ઓછો દંડ કરીએ છીએ, દિવ્યાંગો માટે વેક્સીનેશન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે, બીજી તરફ હાઈકોર્ટે કહ્યું કે લોકો માસ્ક પહેરી ફરે અમને પણ નથી ગમતું
કોરોના મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુઓમોટો મામલે સુનાવણી હાથ ધરાઈ છે. સરકાર વતી એડવોકેટ કમલ ત્રિવેદીએ સરકાર વતી રજૂઆત કરી હતી. તેમણે માસ્કના દંડની રકમ ઘટાડવા રજૂઆત કરતા કહ્યુ કે, લોકો ગાઈડલાઈન પાલન કરી રહ્યાં છે. તેથી માસ્કના દંડમાં ઘટાડો કરવામાં આવે. ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને સવાલ કર્યો કે શું તમામ લોકો માસ્ક પહેરી રહ્યા છે. ત્રીજી લહેર આવવાની શક્યા છે, તો 50 ટકા પણ માસ્ક પહેરશે તો દંડ ઘટાડીશુ. 50 ટકા રસીકરણ થશે તો જ હાઈકોર્ટ આ મામલે વિચારણા કરશે.
આ સાથે જ હાઈકોર્ટમાં કરફ્યૂનો સમય ઘટાડવા પણ રજૂઆત કરાઈ. એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરાઈ કે, કરફ્યૂનો સમય ઘટાડવા આવે . માસ્કના દંડ દ્વારા પોલીસ ઉઘાડી લૂટ ચલાવે છે. તેથી માસ્કના દંડની રકમ ઘટાડાય.
જોકે, હાઈકોર્ટે કહ્યું, “પૂરતા રસીકરણ બાદ અમે માસ્ક ઉપરનો દંડ ઘટાડવાનો વિચાર કરીશું.” માસ્ક ઉપર એક હજાર રૂપિયાનો દંડ લાદવા છતાં બીજી લહેર આવી છે. ‘હવે કેસોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોવાથી દંડની માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે.