Happy Birthday Dilip Joshi: દિલીપ જોશી નામને આજે કોઈ અન્ય ઓળખાણ નથી, જેઠાલાલનું પાત્ર આજે ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ ગયું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશમા’ સિરીયલમાં અફલાતૂન પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર જેઠાલાલ એટલે દિલીપ જોશીનો આજે જન્મદિવસ. ફિલ્મોમાં નાના-મોટા રોલ કરનાર, DILIP JOSHI આજે નાના પડદાના સૌથી મોંઘા કલાકારમાંથી એક છે.

દિલીપ જોશી નામને આજે કોઈ અન્ય ઓળખાણ નથી, જેઠાલાલનું પાત્ર આજે ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ ગયું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશમા’ સિરીયલમાં અફલાતૂન પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર જેઠાલાલ એટલે દિલીપ જોશીનો આજે જન્મદિવસ. દિલીપ જોશી આજે 53 વર્ષના થયા.. દિલીપ જોશી એટલે કે જેઠાલાલને ખરી સફળતા ઉમરનો યુવાનીનો પડાવ પાર કર્યા બાદ મળી. ફિલ્મોમાં નાના પાત્ર ભજવનાર દિલીપ જોશીની જેઠાલાલ સુધીની સફર છે રસપ્રદ..

ગુજરાતનું ગૌરવ છે દિલીપ જોશી

ગુજરાતની કલાકસબીઓની ભૂમિ સૌરાષ્ટ્રના અણમોલ રત્નસમાન જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ પોરબંદરમાં થયો. મુંબઈની N.M કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં B.COMની ડિગ્રી મેળવી. દિલીપ જોશીને અભ્યાસ દરમિયાન INT (ઈન્ડિયન નેશનલ થિયેટર)માંથી બેસ્ટ એકટર અવોર્ડ મળ્યો હતો. દિલીપ જોશીએ 12 વર્ષની ઉમરથી એક્ટિંગની શરૂઆત કરી દીધી હતી. દિલીપ જોશીએ પૃથ્વી થિયેટરમાં અનેક શોઝ કર્યા દિલીપ જોશીએ શરૂઆતમાં કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું.

દિલીપ જોશીએ 50 રૂપિયામાં કર્યુ હતું કામ

મીડિયા રિપોર્ટસ પ્રમાણે દિલીપ જોશીએ તેના ઈન્ટરવ્યૂઝમાં કારકિર્દીમાં કરેલા સંઘર્ષની વાત કરી છે.દિલીપ જોશીએ બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે મને કોઈ રોલ આપવા તૈયાર નહોતું. ત્યારબાદ મને દરેક પાત્ર માટે 50 રૂપિયા મળતા હતા. થિયેટરમાં કામ કરવું તે મારો શોખ નહીં પરંતું જુનૂન હતું. દિલીપ જોશીએ બેકસ્ટેજ રોલ કર્યા પરંતું તેને એ વાતનો ક્યારેય અફસોસ રહ્યો નથી. જ્યારે કોઈ તમારા પર જોક્સ પર 800 થી 1 હજાર લોકો તાળી મારે તો તે ક્ષણ તમારા માટે કિંમતી બની જાય છે.

જેઠાલાલના પાત્રથી ઘરે ઘરે મળી નામના

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલ જેઠાલાલના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.. જેઠાલાલ એક એપિસોડ માટે દોઢ લાખ રૂપિયા સુધી લે છે. જેઠાલાલ મહિનાના 25 દિવસ શુટિંગ કરે છે મતલબ કે અંદાજે મહિને 36 લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે. દિલીપ જોશી મુંબઈમાં પરિવાર સાથે રહે છે. દિલીપ જોશી વૈભવી કારના પણ શોખીન છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલમાં જેઠાલાલ ભલે રિક્ષામાં બેસી દુકાન જતા હોય પણ રિયલ લાઈફમાં તેમની પાસે ઓડી ક્યૂ 7 છે. દિલીપ જોશી TOYOTA INNOVA MPV ચલાવવાનું પણ પસંદ કરે છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights