Sun. Dec 22nd, 2024

JANTANEWS360 EXCLUSIVE:અમદાવાદની LG હોસ્પિટલના તબીબોની દર્દીઓ પ્રત્યેની બેદરકારી સામે આવી.

અમદાવાદ:તારીખ ૨૧ જુન ૨૦૨૧ ના રોજ ખાંટ શાંતાબેન મકનભાઈ નામ ના રબારી કોલોની વિસ્તારમાં રહેતા મહિલા દર્દી ને ઉપરોક્ત જણાવેલ તારીખે પેટ માં અચાનક દુખાવો થતાં તેઓ અને તેમના પતિ પ્રથમ વખત મણિનગર LG હોસ્પિટલ સારવાર અર્થે પહોંચ્યા હતા, પહેલી વખત માં LG હોસ્પિટલ માં હાજર ડોક્ટરો દ્વારા અલગ અલગ રિપોર્ટ કરાવી પેટમાં પિતાશય માં પથરી છે એમ જણાવેલ અને દુખાવો ઓછો થવાનું એક ઈન્જેકશન આપી ૭ દિવસ સુધી અનેક રિપોટો કરાવી સારવાર અર્થે દાખલ કર્યા હતા, આ સારવાર દરમિયાન LG હોસ્પિટલ ના તબીબો દ્વારા પથરી નું ઓપેરશન કરાવું પડશે એમ જણાવેલ, અને દર્દી અને દર્દી ના સગાને ૧૫ દિવસ પછી ઓપેરશન માટે આવવા LG હોસ્પિટલ ના તબીબો દ્વારા જાણવામાં આવ્યું હતું અને હંગામી સારવાર પછી મહિલા દર્દી ને ડિસ્ચાર્જ આપી ઘરે પરત મોકલી આપવામાં આવ્યા હતા,

આ ૧૫ દિવસની અંદર મહિલા દર્દીને પેટ માં ૨ વાર દુખાવો થતાં પરિવાર ના સભ્યો LG હોસ્પિટલ સારવાર અર્થે આ મહિલા દર્દી ને ૧૦૮ મારફતે લઇ ગયા હતા ત્યાર બાદ ફરજ ઉપર ના તબીબો દ્વારા ફરી બન્ને વાર હંગામી ધોરણે મહિલા દર્દી ને દુખાવો ઓછો કરવાનું ઈન્જેકશન આપી અને 3જી ઓગષ્ટ તારીખે સોનોગ્રાફી ના રીપોર્ટ પછી ઓપરેશન કરીશું એવું ડૉક્ટરે જણાવ્યુ

૩જી ઓગસ્ટ ના રોજ પીડિત મહિલા દર્દી પિતાશય ને બદલે કિડનીમાં પથરી છે અને આજે કોઈ ડોક્ટર હાજર નથી એવું ફરજ ઉપર ના તબીબ દ્વારા જણવામાં આવ્યું અને ગુરુવારે ડોક્ટર ને મળવા આવાનું જણાવ્યું

ગુરુવારે તારીખ ૫ ઑગસ્ટ ના રોજ બતાવા આવવા જણાવેલ, આજ રોજ મહિલા દર્દી LG હોસ્પિટલ જતા ડોક્ટરો દ્વારા આ મહિલા દર્દી નું ઓપેરશન કરવાની ચોખ્ખી ના પાડવામાં આવી હતી,

LG હોસ્પિટલ ના તબીબો સામાન્ય માણસો પ્રત્યે આવી બેદરકારી તબીબો જ ઓપેરશન કરવાનું જણાવેલ અને પછી દુનિયાભર ના રિપોર્ટ કરાવે પછી ઓપેરશન ની તારીખ માટે દર્દીઓ ને ધરમધક્કા કરાવે અને છેલ્લે કોઈ સામાન્ય માણસ ની જિંદગી સાથે ખેલ કરવા માટે શું કામ આવા લોકો ડોક્ટરો બનતા હશે.

શું આ મહિલા દર્દી ના જીવ નું જોખમ થશે તો કોણ જવાબદાર LG હોસ્પિટલ ના તબીબો, ડોક્ટર,RMO કે ગુજરાત સરકાર

Related Post

Verified by MonsterInsights