દિલ્હી ભાજપ કાર્યાલયમાં ભાજપ કેન્દ્રીય સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રી અને 29 મહિલા ઉમેદવારો પણ સામેલ છે. આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ છે. ભાજપે પ્રથમ યાદીમાં 27 એસ.સી. ઉમેદવારો અને 18 એસ.ટી. ઉમેદવારોના નામ પણ સામેલ કર્યા છે.
મહત્ત્વનું છે કે આ યાદીમાં દેશની 100થી વધુ હાઈ પ્રોફાઈલ બેઠકો પણ છે. વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર લોકસભાની ચૂંટણી લડશે. ભાજપે ગુજરાતના 15 બેઠકના ઉમેદવાર પણ જાહેર કર્યા છે.
ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના આ ઉમેદવારોના નામ
- કચ્છ – વિનોદભાઈ ચાવડા
- બનાસકાંઠા – રેખાબેન ચૌધરી
- પાટણ – ભરત ડાભી
- ગાંધીનગર – અમિત શાહ
- અમદાવાદ પશ્ચિમ – દિનેશ મકવાણા
- રાજકોટ – પુરષોત્તમ રૂપાલા
- પોરબંદર – મનસુખભાઈ માંડવિયા
- જામનગર – પૂનમબેન માડમ
- આણંદ – મિતેષભાઈ પટેલ
- ખેડા – દેવુસિંહ ચૌહાણ
- પંચમહાલ – રાજપાલસિંહ જાદવ
- દાહોદ – જશવંત સિંહ ભાંભોર
- ભરૂચ – મનસુખભાઈ વસાવા
- બારડોલી – પ્રભુભાઈ વસાવા
- નવસારી – સી.આર. પાટીલ
યાદીમાં આ ભાજપના દિગ્ગજ નેતાઓના નામ પણ સામેલ
- ગુવાહાટી – બિજુલા કલિતા
- દિબ્રુગઢ – સર્વાનંદ સોનાવલે
- જમ્મુ – જુગલસિંહ શર્મા
- સાગર – લતા વાનખેડે
- ભોપાલ – સાધ્વી પ્રજ્ઞા
- ત્રિકમગઢ – હિરેન્દ્ર ખાટી
- ગુના- જ્યોતિરાદિત્ય સિંધિયા
- કોટા – ઓમ બિરલા
- અલવર – ભૂપેન્દ્ર યાદવ
- જોધપુર – ગજેન્દ્ર શેખાવત
- ચિતોડગઢ- સીપી જોશી
- મથુરા- હેમા માલિની
- ફતેહપુર સિક્રી – રાજકુમાર
- એટા – રાજવીર સિંહ
- શાહજહાંપુર- અરુણ સાગર
- સીતાપુર – રાજેશ વર્મા
- હરદોઈ – જયપ્રકાશ
- અમેઠી- સ્મૃતિ ઈરાની
- આગરા- સત્યપાલ સિંહ બઘેલ