પાણીની આવકમાં સતત વધારો થતાં કડાણા ડેમને હાઇ એલર્ટ સ્ટેજ જાહેર કરાયો છે. ઉપરવાસના વરસાદને કારણે ડેમની જળ સપાટી સતત વધી રહી છે. કડાણા ડેમમાં 90% થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોના ગામોને સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
કડાણા ડેમમાં હાલ પાણીનો જથ્થો 25 હજાર ક્યુસેક નોંધાઈ છે. ડેમની હાલની જળ સપાટી 415.6 ફૂટ સુધી પહોંચી ગઈ છે. ડેમનું પાણીનું સ્તર રુલ લેવલને નજીક પહોંચી ગયું છે. સતત આવકને પગલે આગામી દિવસોમાં પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે. મહિસાગર અને પંચમહાલના 118 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. જ્યારે વર્તમાન નિયમ સ્તર 416 ફૂટ છે.