Mon. Dec 23rd, 2024

Monsoon 2021 / જાણો કયા વિસ્તારમાં શું છે હાલ, ભારે વરસાદના પગલે ગુજરાતના 83 ડેમ હાઈએલર્ટ પર

રાજ્યમાં મેઘરાજા કેટલા સમયથી જોરદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યના ભાદરવામાં ભરપૂર વરસાદ વરસતા ડેમો છલોછલ થઇ ગયા છે. તેની અસર નદીઓ, નાળાઓ જોવા મળી રહી છે.

વરસાદના પગલે ગુજરાતના 83 ડેમો પર હાઇ એલર્ટ સિગ્નલ અપાયું છે. 12 ડેમોમાં 80 થી 90 ટકા પાણી ભરાતા એલર્ટ અને 12 ડેમોમાં 70 થી 80 ટકા પાણી ભરાતા વૉર્નિંગ સિગ્નલ અપાયું છે.


આ સિવાય 99 ડેમો એવા છે, જ્યાં 70 ટકા કરતા ઓછું પાણી છે, જ્યાં કોઇ ચેતવણી અપાઇ નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ડેમો છલકાયા છે. ગુજરાતના કુલ 207 ડેમ પૈકી 56 ડેમ ઓવરફ્લો થયા છે.

નર્મદા અને કલ્પર વિભાગના રિપોર્ટ પ્રમાણે 207 ડેમમાં અત્યારે 70.67 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે 141 ડેમમાંથી 50 ડેમ સંપૂર્ણ છલકાઇ ગયા છે.


141 ડેમમાં હાલ 78.65 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતના 13માંથી 3 ડેમ ઓવરફ્લો થયા છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં કુલ 92.44 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

સરદાર સરોવર ડેમની વાત કરીએ તો અહીં 57.41 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માત્ર 32.18 ટકા જ પાણી છે. જ્યારે કચ્છના 20 ડેમોમાં 27.20 ડેમોમાં 27.20 ટકા પાણી છે.

Related Post

Verified by MonsterInsights