Fri. Dec 27th, 2024

Monsoon 2021 / રાજ્યમાં અમદાવાદ સહિત હળવાથી ભારે વરસાદની આગાહી

GUJARAT:આગામી ૪ દિવસ અતિભારે વરસાદની આગાહી

Monsoon 2021 : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24, 25 અને 26 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે શુક્રવારે એટલે કે આજે અમદાવાદ સહીત રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો બીજી તરફ રાજ્યમાં આગામી 24, 25 અને 26 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતથી લઈ કેરળના દરિયા કિનારા સુધી સિસ્ટમ ઉદભવી છે.

બંગાળની ખાડીમાં પણ ઉદ્દભવેલા લો પ્રેશરની અસર ગુજરાતમાં થશે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો થશે, તો કચ્છમાં છુટો છવાયો વરસાદ થશે.

નોંધનીય છે કે, વરસાદ ન આવવાને કારણે અમદાવાદ સહિત 7 શહેરમાં ગરમીમાં વધારો થયો છે. અમદાવાદમાં એક જ દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો હતો. નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બાદ કરતા બધી જ જગ્યા પર ગરમીનું પ્રમાણ વધ્યું છે.

Related Post

Verified by MonsterInsights