Mon. Dec 23rd, 2024

PMOના ટ્વીટર અકાઉન્ટ પરથી UPની યોગી સરકારના વખાણ, લોકો કરી રહ્યા છે આવી કમેન્ટ

ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભાની ચૂંટણી વધારે સમય રહી ગયો નથી. એવામાં સત્તાધારી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી (BJP) સતત ઉત્તર પ્રદેશના લોકોના દિલ જીતવા અને તેમના 5 વર્ષના શાસનની ઉપલબ્ધિઓ ગણાવવામાં લાગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખૂબ ઉત્સાહથી BJPનો પ્રચાર કરી રહ્યા છે. હાલમાં જ તેમના ટ્વીટર હેન્ડલ પરથી પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરવામાં આવ્યા છે જેને લઈને તેઓ લોકોના નિશાના પર આવી ગયા. પત્રકાર સાથે સાથે સામાન્ય લોકોએ પણ PMOના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરવા પર નારાજગી વ્યક્ત કરી સાથે જ સવાલ પણ કર્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટર હેન્ડલ પરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણમાં લખવામાં આવ્યું કે આજે સંપૂર્ણ ઉત્તર પ્રદેશની જનતા કહી રહી છે કે ઉત્તર પ્રદેશ પ્લસ યોગી, ખૂબ છે ઉપયોગી. U.P.YO.G.I.I UP પ્લસ યોગી. ખૂબ છે ઉપયોગી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તેમની આ ટ્વીટને લઈને પત્રકાર રણવિજય સિંહે કટાક્ષ કરવામાં કોઈ કસર ન છોડી. રણવિજય સિંહે પોતાની ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા લખ્યું કે આ વડાપ્રધાન કાર્યાલયનું સત્તાવાર ટ્વીટર હેન્ડલ છે.

બની શકે કે આ ટ્વીટ તમને અજીબ ન લાગે, પરંતુ વિચારો કે જો આ હેન્ડલ પરથી લખવામાં આવે કે ભૂપેશના રાજ્યમાં છત્તીસગઢ ખુશાલ. હેમંતથી છે ઝારખંડની તરક્કી. વિચારો શું એવું સંભવ છે. રણવિજય સિંહ સિવાય સામાન્ય લોકોએ પણ આ ટ્વીટ માટે વડાપ્રધાનને ઘેરવાનો ચાન્સ ન છોડ્યો. સંદીપ કુમાર નામના યુઝરે લખ્યું કે હવે ખૂલીને સામે આવી ગયા છે. જો ચૂંટણી માટે વડાપ્રધાનનું સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપયોગ કરી શકાય છે તો શું ચૂંટણી જીતવા માટે ચૂંટણી આયોગનો ઉપયોગ ન કરવામાં આવતો હશે?

સંદીપ સિંહ રાજદાન નામના યુઝરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરતા લખ્યું કે PMOના ટ્વીટર હેન્ડલથી આ રીતેની ટ્વીટની શું જરૂરિયાત છે? સંવૈધાનિક ટૂલ્સનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરવું ખતરનાક છે. વિવેક યાદવ નામના યુઝરે લખ્યું કે મોદી જી પ્રધાનમંત્રી ઓછા અને પ્રચાર મંત્રી વધારે નજરે પડે છે. જય સિંહ નામના યુઝરે લખ્યું કે આ તો PMO સત્તાવાર સંસ્થા છે પરંતુ હવે એક રાજનૈતિક પાર્ટીની જેમ વ્યવહાર કરવા લાગી છે.

Related Post

Verified by MonsterInsights