Mon. Dec 23rd, 2024

Viral video : વીડિયો જોઇને હસીને લોટપોટ થઈ ગયા લોકો,લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન ધડામ કરતા પડી ગયા

દરેક વ્યક્તિના જીવનમાં ઘણી ખાસ ક્ષણો આવે છે, પરંતુ તેમાંથી સૌથી મહત્વપૂર્ણ છે લગ્નનો દિવસ. આ જ કારણ છે કે લોકો તેમના લગ્નને ખાસ બનાવવા માટે તમામ તૈયારીઓ કરે છે. આ પળને યાદગાર બનાવવા માટે કોઈપણ કપલ કંઈક અલગ કરવા ઈચ્છે છે. પરંતુ ક્યારેક આવા પ્રસંગો પર આવી રમુજી ઘટનાઓ બને છે, જે લોકોને ખૂબ હસાવે છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં ફરી સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજા લગ્નના દિવસે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. બાદમાં વર અને કન્યા ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા જોવા મળે છે. પરંતુ તે દરમિયાન બંને ધડાકા સાથે નીચે પડી જાય છે. આ જોઈને લગ્નમાં આવેલા મહેમાનો પણ હસતા જોવા મળે છે. આ ઉત્સાહિત કપલનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર haitianbeauty25 નામના પેજ પર આ ફની વિડીયો શેર કરવામાં આવ્યો છે, યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેને ફની રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે દંપતી ખૂબ જ ઉત્સાહિત હતું, જે આને કારણે આ થયુ. જ્યારે અન્ય વપરાશકર્તાઓએ લખ્યું કે, વરરાજાને જોઈને, એવું લાગે છે કે તે બિલકુલ ડાન્સ કરતા આવડતો નથી.

Related Post

Verified by MonsterInsights