ગાંધીનગર : રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડે દ્ધરા એક મહત્વનો નિર્ણય લીધો છે. ડૉગ બ્રિડિંગ અને માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડે ડૉગ બ્રિડિંગ અને માર્કેટિંગની નોંધણી કરતા હવે તમામ વેપારીઓએ 5 હજારની નોંધણી ફી ચૂકવીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
જો વેપારીઓ રજીસ્ટ્રેશન વગર પ્રવૃતિઓ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી પણ થઇ શકે છે. અને ગેરકાયદે પ્રવૃતિઓ કરનારાઓનું લાયસન્સ પણ રદ થઇ શકે છે. આવા વેપારીઓ સામે પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, એટલે કે હવે વેપારીઓ રજીસ્ટ્રેશન વગર પેટશોપ નહીં ચલાવી શકે.