સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. શહેરની સાથે સાથે હવે ગામડામાં પણ સ્થિતિ બગડી રહી છે. બીજી લહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે સાથે કોરોનાથી થનાર મોતની સંખ્યા પણ વધી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનને લઈ મોટું નિવેદન આપ્યું છે.રૂપાણીએ એમ પણ કહ્યું, ત્રીજી લહેરની તમામ તૈયારીઓ કરી લીધી છે. સોમવારે ડોક્ટરો સાથે મીટીંગ કરીશું. આપણે 2.5 કરોડ વેક્સીન ડોઝ ઓડર આપ્યો છે. જે પ્રમાણે જથ્થો મળે છે તે પ્રમાણે આપણે વેકસીન આપીએ છીએ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, હાલ કેસ ઘટી રહ્યા હોવાથી લોકડાઉનનું કોઈ આયોજન નથી. વિવિધ રાજ્ય લોકડાઉન કેસોની સંખ્યાના આધારે કરી રહ્યા છે. 15 મે સુધીમાં 11 લાખ જેટલા ડોઝ આપણી પાસે પહોંચી જશે. જેમ જેમ જથ્થો આવશે તેમ આપણે વેક્સીન આપીશું.
ગામડામાં આવેલા કોરોનાને આપણે ગામડામાં જ અટકાવી દેવાના છે. ગામડામાં આઇસોલેશન સેન્ટર બને, હોમ આઇસોલેશન ઓછું કરવામાં આવે. ગામમાં બધાનાં ટેસ્ટ કરવાનાં બદલે લક્ષણોવાળાનાં ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે.