Sat. Dec 21st, 2024

અમદાવાદમાં મેઘરાજાનો તાંડવઃ, 80થી વધુ વૃક્ષો ધરાશાયી

અમદાવાદમાં અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા તેમજ અનેક વિસ્તારોમાં ઘણો નુકશાન પણ થયું હતું.

જોધપુરમાં પોણા બે ઈંચ, બોપલમાં દોઢ ઈંચ, ઉસ્માનપુરા અને સરખેજ તથા મકતમપુરામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તેમજ પ્રહલાદનગર,લો-ગાર્ડન કમિશનર બંગલા સહિતના વિવિધ વિસ્તારમાં 80થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ ફરિયાદ મળતા મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.રવિવારે અમદાવાદમાં સરેરાશ 9.29 મિલીમીટર અને મોસમનો અત્યાર સુધીનો એક ઈંચ ઉપરાંત વરસાદ થયો હતો.

વાતાવરણ જોતા વધુ વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. શહેરમાં સાંજે છ કલાકના સુમારે એકાએક આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયા બાદ ભારે પવન સાથે વંટોળ ફૂંકાવાની શરુઆત થતા વરસાદી વાતાવરણ બંધાતા જોતજોતામાં શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.

આપને જણાવી દઈએ કે, ઉત્તરના નરોડા સહિતના અન્ય કેટલાક વિસ્તારોની સાથે મધ્યમાં આવેલા ખાડિયા,રાયપુર જેવા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસવાની શરુઆત થતા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મુકવામાં આવેલા સાઈનબોર્ડ ઉડીને નીચે પડી ગયા હતા.

Related Post

Verified by MonsterInsights