અમદાવાદમાં મોડી સાંજે વરસાદ પડતાં અમદાવાદ એરપોર્ટ છલકાઇ ગયું હતું. ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે એરપોર્ટ પર ત્રણ ફ્લાઇટ્સ ડાયવર્ટ થઈ હતી. ભારે પવન અને વરસાદને કારણે અમદાવાદ પહોંચી ગયેલી ઈન્ડિગોની મુંબઇ-અમદાવાદ ફ્લાઇટ પછી પાયલોટે ફ્યુઅલ ચેતવણી જારી કર્યા બાદ ફ્લાઇટને જયપુર તરફ વાળવામાં આવી હતી.
થોડા સમય માટે ઉડાન ભર્યા બાદ ચાર્ટર્ડ ફ્લાઇટને સુરત તરફ વાળવામાં આવી હતી
એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઈટ અને બીજી એક ચાર્ટર્ડ ફ્લાઈટ થોડા સમય સુધી હવામાં ફર્યા બાદ લેન્ડ ન થઈ શકતા સુરત ડાઈવર્ટ કરાઈ હતી. વરસાદને કારણે એરપોર્ટના ટર્મિનલ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઈટના મુસાફરોને અડધા કલાક સુધી ફ્લાઇટમાં રાખવામાં આવ્યા હતા.