અમદાવાદ : કોરોનાકાળ પછી દર્દીઓની મુશ્કેલી પછી હવે અમદાવાદના નાગરિકો માટે એક મોટા સમાચાર છે. અમદાવાદની એલ. જી હોસ્પિટલનું અંદાજે 100 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. મળતી માહિતિ મુજબ એલજી હોસ્પિટલને 10 માળની બનાવવામાં આવશે.
આ અંતર્ગત જૂની એલ જી હોસ્પિટલને તોડી હવે નવી ઇમારત બનાવાશે. આ નવી હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ હશે. એટલું જ નહીં આ ઉપરાંત 200 કરોડના ખર્ચે 7 માળની શારદાબેન હોસ્પિટલ પણ બનાવવાનો પ્લાન છે.
કોરોનાની બીજી લહેર વચ્ચે સામાન્ય જનતાને પડેલી હાલાકીથી હાહાકાર મચી ગયો હતો. કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો છલકાઈ ગઈ હતી. આ બીજી લહેર પછી સામન્ય જનતા માટે સારા સમાચાર આવ્યા છે.
અમદાવાદના નાગરીકોને મોટી ભેટ મળવા જઈ રહી છે, અમદાવાદની એલ જી હોસ્પિટલના નવીનીકરણ અંગે ખાસ સમાચાર આવ્યા છે. એલજી હોસ્પિટલને 10 માળની બનાવવાનો પ્રોજેક્ટ લોકો માટે આશીર્વાદ બનશે તેવું કહેવાઈ રહ્યું છે.
અંદાજે 100 કરોડના ખર્ચે આ હોસ્પિટલનું નવીનીકરણ થવાનું છે. જેમાં દરેક સુવિધાઓ હશે. આ સહીત 200 કરોડના ખરશે શારદાબેન હોસ્પિટલ પણ બનાવવામાં આવશે જે 7 માળની હશે.
આ અંગે amc એ આગામી દિવસમાં હોસ્પિટલની ડિઝાઇન તૈયાર કરી અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી કામગીરી કરવા તૈયારી દર્શાવી છે. અને તેમ થશે તો દર્દીઓને દર્દીઓને મહત્તમ સુવિધા મળશે.